Vodafone Idea 45 હજાર કરોડનું ફંડ એકત્ર કરવાની જાહેરાતથી રોકાણકારો-નિષ્ણાતો અસંતુષ્ટ??
અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ દેવાના બોજા હેઠળ ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ ડેટ અને ઈક્વિટીના માધ્યમથી રૂ. 45 હજાર કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી છે. જે તેના દેવાના સંકટના વાદળોને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે, તેમ છતાં આજે વોડાઆઈડિયાનો શેર આજે 13.74 ટકાથી વધુ તૂટ્યો હતો. જે 1.04 વાગ્યે 13.69ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
આ ફંડિંગની મદદથી વોડાફોન આઇડિયાના 4G કવરેજ, 5G નેટવર્ક રોલઆઉટ અને ક્ષમતા વધારવાના પ્રયત્નોને વેગ મળશે. આ વ્યૂહાત્મક પગલું કંપનીને તેના યુઝર્સને વધુ સારો અનુભવ પ્રદાન કરતાં હરિફોને આકરી સ્પર્ધા આપવામાં મદદરૂપ બની શકે છે.
રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ બંનેએ ગયા વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં 5G સેવાઓ શરૂ કર્યા બાદ પણ Vi કન્ઝ્યુમર એન્ડ 5G સેવાઓ પ્રદાન કરી શકી નથી. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ વોડાફોન-આઈડિયાના મુખ્ય પ્રમોટરોમાંના એક, 2023 ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ કીનોટમાં જણાવ્યું હતું કે, ટેલિકોમ ઓપરેટર આ વર્ષે 5G સેવાઓ રજૂ કરવાનું વિચારશે. ફંડ એકત્ર કરવાનો ઉપયોગ 4G કવરેજ, 5G નેટવર્ક રોલઆઉટ અને ક્ષમતા વિસ્તરણના નોંધપાત્ર વિસ્તરણ માટે કરવામાં આવશે.”
મહેતા ઈક્વિટીઝના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે, આ ફંડિંગની સહાય વોડાફોન-આઈડિયા માટે ડિસ્કાઉન્ટ સાબિત થઈ છે. જે માર્કેટની સ્થિતિને જોતાં જણાઈ રહ્યું છે. શ્રેષ્ઠ સ્થિતિમાં રૂ. 17-18 સુધી મર્યાદિત અપસાઇડ જોઈ શકીએ છીએ. આ જાહેરાત પણ અમે ન્યુટ્રલ વલણ ધરાવીએ છીએ.
આ ફંડિંગ Viની અનિશ્ચિત પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાશે નહિં. કારણકે, નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં કુલ રૂ. 2.14 લાખ કરોડનું ચોખ્ખુ દેવુ છે. જેમાં બેન્કનું રૂ. 4500 કરોડનું બાકી દેવુ છે.
નોમુરાએ નોંધ્યું હતું કે, Viની દેવાની સમસ્યાઓ વિલંબિત છે કારણ કે ઓપરેટરને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) અને સ્પેક્ટ્રમ જવાબદારીઓને લગતા નોંધપાત્ર સરકારી લેણાંનો પણ સામનો કરવો પડે છે. આના પરિણામે બ્રોકરેજે શેરદીઠ રૂ. 6.5ના ટાર્ગેટ ભાવ સાથે ‘ઘટાડો’ કૉલને પુનરાવર્તિત કરે છે.