રોકાણકારોનો ન્યૂએજ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સમાં રસ વધ્યો
REITs, સ્મોલકેસીસ, NFTs અને ડિજીટલ ગોલ્ડ જેવી નાણાકીય પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી
કોરોના મહામારી પછી 93% રિટેલ રોકાણકારોએ નવીન (ન્યુ–એજ) નાણાંકીય પ્રોડક્ટ્સ જેમ કે REITs, સ્મોલકેસીસ, NFTs અને ડિજીટલ ગોલ્ડ તરફે પોતાની રૂચિ દર્શાવી છે. સેન્સેક્સ અને નિફ્ટીના આઉટપર્ફોર્મન્સથી આકર્ષાઈ હાલમાં એક્ટિવ 50 ટકા રિટેલ રોકાણકારોએ 3 વર્ષ પહેલાં જ રોકાણ શરૂ કર્યાં હતા. જ્યારે 38 ટકા રોકાણકારો માત્ર આઈપીઓમાં રોકાણ કરી રહ્યા છે. 70 ટકાથી વધુ રિટેલ અને નાના રોકાણકારો પોતાની માસિક આવકમાંથી ફરિજ્યાતપણે 30 ટકા રકમ રોકાણ માટે અલગ ફાળવી રહ્યા છે. જેઓ નીચાથી મધ્યમ પ્રકારના જોખમ સાથે વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરી રહ્યા છે હોવાનું સ્મોલકેસ અને ઝીન્નોવના તાજેતરના Rise of the Indian Retail Investor શિર્ષક હેઠળના સર્વેમાં બહાર આવ્યું છે.
આ સેગમેન્ટમાં રોકાણ વધ્યું
ભારતીય રોકાણકારોની પસંદગીમાં નિર્ણાયક પરિવર્તન આવ્યો છે પારંપારિક માધ્યમોમાંથી બહાર આવી નવા-યુવા રોકાણકારો સ્મોલકેસીસ, ક્રિપ્ટોકરન્સીઝ, NFTs અને REITsમાં રોકાણ કરી નોંધપાત્ર ગ્રોથ હાંસિલ કરી રહ્યા છે. 2019માં પ્રથમ REIT લોન્ચ થયા ત્યારથી 2022 સુધી તેમાં ફાળવણી 2% સુધી વિસ્તરી હતી. સીધી ઇક્વિટી ફાળવણી 2017માં 7.3%ના સ્તરેથી વધી 2022માં 8.1%ના સ્તરે સ્પર્શી હતી. ETFsમાં ફોલિયો નંબર્સમાં નાટ્યાત્મક વધારો અને ETFમાં એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં 2018થી વાર્ષિક ધોરણે 58%નો વધારો થયો હતો.
બેન્ક એફડી આજે પણ લોકપ્રિય
પરંપરાગત રોકાણ પ્રોડક્ટ્સમાં સુરક્ષિત રોકાણ માટે આજે પણ બેન્ક એફડી લોકપ્રિય છે. ફિક્સ્ડ ડીપોઝીટ્સ સમગ્ર રોકાણમાંથી 29.2%નો સૌથી મોટો હિસ્સો ધરાવે છે, અન્ય મિલ્કત વર્ગોની તુલનામાં તે એટલા સાનુકૂળ નથી પરંતુ કર કાર્યક્ષમ છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં રોકાણ હિસ્સો 2017થી ઘટ્યો છે જેનું મુખ્ય કારણ સ્થિર વ્યાજ દરો હતા.
રિટેલ રોકાણકારોના પોર્ટફોલિયોમાં ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સનો હિસ્સો
નાણાંકીય પ્રોડક્ટ્સ | 2017 | 2022 |
REITs | 0.0% | 2.0% |
ક્રિપ્ટોકરન્સીસ | 2.5% | 4.8% |
સ્મોલકેસીસ | 0.8% | 2.0% |
બોન્ડ્ઝ | 3.5% | 4.5% |
ડાયરેક્ટ સ્ટોક્સ (ઇક્વિટી) | 7.3% | 8.1% |
ડિજીટલ ગોલ્ડ | 4.0% | 4.7% |
NFTs | 0.0% | 0.7% |
NPS | 1.6% | 2.6% |
ETFs | 3.0% | 3.2% |
ગોલ્ડ ETFs | 1.4% | 1.5% |
મ્યુચ્યુઅલ ફંડ્ઝ | 23.3% | 20.1% |
ફિક્સ્ડ ડીપોઝીટ્સ | 31.1% | 29.2% |
PPF | 12.6% | 10.1% |
પ્રાયવેટ ઇક્વિટી | 6.7% | 4.5% |
AIF | 0.6% | 0.4% |
PMS | 1.6% | 1.5% |