રૂ. 368ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 360.50 ખૂલી બપોરે 11.49 કલાકે રૂ. 336.50ની સપાટીએ રૂ. 31.50 માઇનસ રહ્યો

અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ક્યારે કઇ કંપનીનો પરપોટો ફૂટે અને કઇ કંપની રોકાણકારોનો પરપોટો ફોડે તે કંઇ નક્કી ના કહેવાય. ચાર આઇપીઓમાં પોઝિટિવ લિસ્ટિંગથી ગેલમાં આવી ગયેલા રોકાણકારો કે જેમણે ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સના આપીઓમાં શેર્સ મેળવ્યા હોય તેમના માટે નેગેટિવ સમાચાર એ છે કે, Fusion Micro Financeનું નેગેટિવ લિસ્ટિંગ થવા સાથે રોકાણકારોનો ફ્યુઝ ઊડાડ્યો છે અને રૂ. 368ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 360.50 ખૂલી બપોરે 11.49 કલાકે રૂ. 336.50ની સપાટીએ રૂ. 31.50 માઇનસ રહ્યો છે.

ગ્રે માર્કેટમાં પણ અંદેશો તો આવી જ ગયો હતો…..

ગ્રે માર્કેટમાં આઈપીઓની તારીખની જાહેરાતથી અત્યાર સુધી ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સમાં પ્રિમિયમ ડિસ્કાઉન્ટ થયા હતા. મોટાભાગના નિષ્ણાતો ડિસ્કાઉન્ટની આગાહી કરી રહ્યા હતા. તેના કારણે ફ્યુઝન માઈક્રોના આઈપીઓને પ્રથમ બે દિવસ કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. પરંતુ અંતિમ દિવસે ક્યુઆઈબી પોર્શન 8.59 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થતાં કુલ 2.95 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોએ માત્ર 51 ટકા જ બિડ ભર્યા હતા. એનઆઈઆઈ 1.38 ગણો ભરાયો હતો. કંપનીએ રૂ. 368ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 1104 કરોડ એકત્ર કર્યા હતા.

બુધવારે બિકાજી અને ગ્લોબલ હેલ્થની તબિયત તપાસાશે

બુધવારે બે આઇપીઓનું લિસ્ટિંગ થઇ રહ્યું છે. તેમાં બિકાજી ફૂડ અને ગ્લોબલ હેલ્થના આઈપીઓનું મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ થશે. બિકાજી ફૂડ 10 ટકાથી વધુ અને ગ્લોબલ હેલ્થ 5 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થવાનો આશાવાદ છે. બંને કંપનીઓ આઈપીઓ હેઠળ ફંડ એકત્ર કરવામાં સફળ રહી હતી.