અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ જુનિપર હોટલ્સ (Juniper Hotels IPO)નો આઈપીઓ આજથી 3 દિવસ માટે રોકાણ માટે ખૂલ્યો છે. જે રૂ. 342-360ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1800 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઈશ્યૂના શેર એલોટમેન્ટ 26 ફેબ્રુઆરી અને લિસ્ટિંગ 28 ફેબ્રુઆરીએ થશે. રિટેલ રોકાણકાર લઘુત્તમ 40 શેરના લોટ માટે રૂ. 14400 અને મહત્તમ રૂ. 187200 સુધીનું રોકાણ કરી શકશે.

જુનિપર હોટલ્સના આઈપીઓ ઈશ્યૂ માટે ગ્રે માર્કેટમાં રૂ. 10 અર્થાત 3 ટકા પ્રીમિયમ જોવા મળ્યા છે. લકઝરી હોટલ ડેવલપમેન્ટ અને ઓનરશીપ કંપની જુનિપર હોટલ્સ 1985થી કાર્યરત છે. જે 30 સપ્ટેમ્બર-23 સુધીમાં કુલ 1836 રૂમ્સની સુવિધા ધરાવે છે. તે લકઝરી, હયાત જેવી અપર અપસ્કેલ કેટેગરીમાં કાર્યરત છે. કંપનીમાં 1631 કાયમી કર્મચારીઓ સાથે કુલ 1993 કર્મચારીઓ કાર્યરત છે.

બ્રોકરેજ વ્યૂહઃ

ટુરિઝમ અને હોટલ ઈન્ડસ્ટ્રીમાં અનુભવી અને સતત વિકસતી કંપની છે. જેની આવક આગામી 3-4 વર્ષમાં 15 ટકાના CAGR સાથે વધવાનો આશાવાદ છે. લિસ્ટિંગ પ્રીમિયમે થવાની શક્યતાઓ જણાઈ રહી છે. છેલ્લા 3 નાણાકીય વર્ષમાં કંપનીની ખોટ સતત ઘટી છે. જો કે, તેની ગ્લોબલ પાર્ટનર અને બ્રાન્ડ હયાત સાથે મળી સારી એવી નફાકારકતા પ્રાપ્ત કરી રહી છે. પીઈ રેશિયો નેગેટિવ છે. રોકાણકાર સેક્ટોરલ ગ્રોથને ધ્યાનમાં લઈ શકે છે.

ફંડામેન્ટલ્સઃ

વિગત2022-232021-222020-21
આવક717.29343.76192.85
ચોખ્ખો નફો-1.50-188.03-199.49
નેટવર્થ354.51356.37543.90
કુલ દેવુ2,045.612,121.811,830.48

કંપનીની આવક ગત નાણાકીય વર્ષમાં 108.66 ટકા વધી છે. જ્યારે ચોખ્ખી ખોટમાં 99.2 ટકાનો સુધારો જોવા મળ્યો છે. કુલ દેવુ 30 સપ્ટેમ્બર-23ના રોજ રૂ. 2252.75 કરોડ હતું. શેરદીઠ કમાણી -0.10 છે. ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ મુજબ, શેલત હોટલ્સ, લેમન ટ્રી હોટલ્સ, ધ ઈન્ડિયન હોટલ્સ કંપની અને Eih લિ. તેની હરિફ લિસ્ટેડ કંપની છે.  જુનિપર હોટલ્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા CHPL, CHHPLના એક્વિઝિશનનો લાભ આગામી સમયમાં મળી શકે છે. કંપની એકત્રિત ફંડનો ઉપયોગ દેવાની ચૂકવણી-પૂર્વ ચૂકવણી માટે અને જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા કરશે.