અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ તાજેતરમાં જ MSCI ગ્લોબલ ઈન્ડેક્સમાં પ્રવેશનારી પીએસયુ બેન્ક યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ. 3 હજાર કરોડના ક્યુઆઈપીની જાહેરાત કરતાં શેરમાં તેજી જોવા મળી છે. બેન્ક રૂ. 142.78ની ફ્લોર પ્રાઈસ પર રૂ. 3000 કરોડનો ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) લાવવા જઈ રહી છે.

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના ક્યુઆઈપીની ફ્લોર પ્રાઈસ ગઈકાલના બંધ 141.10 સામે નજીવા પ્રીમિયમે નિર્ધારિત કરવામાં આવી છે. આજે શેર 6 ટકા ઉછળી 150.70ના સ્તરે પહોંચ્યો હતો. 12.30 વાગ્યે 4.68 ટકા પ્રીમિયમે રૂ. 147.75ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં યુનિયન બેન્કના શેર 111 ટકા ઉછળ્યો છે. જેની તુલનાએ બેન્ચમાર્ક નિફ્ટી50 24 ટકા વધ્યો છે.

બેન્કે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, “અમે તમને જણાવવા માંગીએ છીએ કે મૂડી ભંડોળ એકત્ર કરવા માટેની ડિરેક્ટર્સની સમિતિ (“કમિટી”)એ આજે યોજાયેલી તેની બેઠકમાં એટલે કે 20 ફેબ્રુઆરી, 2024માં, ઇક્વિટી શેરના ઇશ્યૂ દ્વારા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશન્સ પ્લેસમેન્ટ દ્વારા જરૂરી નિયમનકારી/વૈધાનિક મંજૂરીઓને આધિન રૂ. 3,000 કરોડથી વધુ ન હોય તેવી રકમ માટે ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે.”

ડિસેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં યુનિયન બેન્કે નીચી જોગવાઈ અને સારી વ્યાજની આવકના કારણે ચોખ્ખા નફામાં 60 ટકાનો ઉછાળો 3,590 કરોડ રૂપિયા નોંધાવ્યો હતો.

બેન્કની કુલ આવક એક વર્ષ અગાઉ રૂ. 24,154 કરોડની સરખામણીએ વધીને રૂ. 29,137 કરોડ થઈ છે. તેની વ્યાજની આવક વધીને રૂ. 25,363 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 20,883 કરોડ હતી. PSU બેન્કે તાજેતરમાં તેની ફેબ્રુઆરી 2024 ત્રિમાસિક સમીક્ષામાં MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં પ્રવેશ કર્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)