અમદાવાદઃ બુધવારે લિસ્ટેડજ બિકાજી ફુડ્સ અને ગ્લોબલ હેલ્થ બન્ને આઇપીઓમાં રોકાણકારોને પ્રમાણસર પ્રિમિયમ મળતાં પ્રાઇમરી માર્કેટમાં ફરી સળવળાટ જોવા મળ્યો છે. ખાસ કરીને ગ્લોબલ હેલ્થનો આઇપીઓ આજે 23.71 ટકા પ્રિમિયમે રહ્યો હોવાથી રોકાણકારોને ઘી-કેળાંની લાગણી થઇ હતી.

ગ્લોબલ હેલ્થ રૂ. 79.65ના પ્રિમિયમ સાથએ બંધ

ગ્લોબલ હેલ્થના આઈપીમાં ગ્રે માર્કેટમાં ચાલી રહેલા 5 ટકા પ્રિમિયમે લિસ્ટિંગના અહેવાલો ખોટા પડ્યા છે. સર્વોચ્ચ ટોચને ધ્યાનમાં લેતાં ગ્લોબલ હેલ્થના રૂ. 2206 કરોડના આઈપીઓમાં રિટેલ રોકાણકારને એપ્લિકેશન દીઠ રૂ.14784ના રોકાણ પર રૂ. 18348 વળતર મળી રહ્યું છે. અર્થાત પંદર દિવસમાં રૂ. 3564 રૂપિયાનો નફો થયો છે. જો કે, રિટેલ રોકાણકારોએ ગ્લોબલ હેલ્થના આઈપીઓ પ્રત્યે કોઈ ખાસ રૂચિ દર્શાવી ન હતી. માત્ર 88 ટકા જ ભરાયો હતો. દરમિયાનમાં શેર આજે રૂ. 336ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 398.15ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 424.90 અને નીચામાં રૂ. 391.05 થઇ છેલ્લે રૂ. 79.66 (23.71 ટકા) પ્રિમિયમ સાથે રૂ. 415.65ની સપાટીએ બંધ રહ્યો હતો.

ગ્લોબલ ફુડ્સ લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ

ઇશ્યૂ પ્રાઇસ336.00
ખૂલ્યોરૂ. 398.15
વધીરૂ. 424.90
ઘટીરૂ. 391.05
બંધરૂ. 415.65
સુધારોરૂ. 79.65
સુધારો23.71 ટકા

બિકાજી ફુડ્સ રૂ. 17.45 પ્રિમિયમ સાથે બંધ

બીએસઇ ખાતે બિકાજી ફુડ્સ ઇન્ટરનેશનલનો આઇપીઓ રૂ. 321.15ના મથાળે ખુલી ઊપરમાં રૂ. 335 અને નીચામાં રૂ. 314 થઇ છેલ્લે રૂ. 317.45ની સપાટીએ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, શેરધારકોને લોટ દીઠ રૂ. 872.50નો પ્રોફીટ જોવા મળ્યો છે. બિકાજી ફૂડ્સમાં રોકાણકારને એક લોટ અર્થાત 50 શેર લાગ્યા હોય તો તેને આજના હાઈ સામે રૂ. 15000ના રોકાણ પર રૂ. 872.50નો નફો મળી રહ્યો છે. બિકાજીના રૂ. 881 કરોડના આઈપીઓ માટે રિટેલ રોકાણકારોએ 4.77 ગણા બીડ ભર્યા હતા. કુલ 26.67 ગણો ભરાયો હતો.

બિકાજી ફુડ્સ લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ

ઇશ્યૂ પ્રાઇસ300.00
ખૂલ્યો321.15
વધી335.00
ઘટી314.00
બંધ317.45
સુધારોરૂ. 17.45
સુધારો5.82 ટકા