2003માં સ્થપાયેલી પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ લિ. એ ઇન્ડિપેન્ડન્ટ રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ ગ્રૂપ છે. જે ટેકનોલોજી આધારીત, કોમ્પ્રીહેન્સિંવ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રોવાઇડ કરે છે. તા. 31 ડિસેમ્બર-21ની સ્થિતિ અનુસાર કંપનીની મ્યુ. ફંડ ડિસ્ટ્રીબ્યુશન એયુએમ રૂ. 48411.47 કરોડ રહી હતી.

આઇપીઓ વેલ્યૂએશનઃ આઇપીઓની પ્રાઇસબેન્ડની અપરબેન્ડ આધઆરીત ઓફર્ડ પીઇ રેશિયો 33.9 અને માર્કેટકેપ રૂ. 2608.6 કરોડ છે. કંપની ડાઇવર્સિફાઇડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. તેમજ રિટર્ન ઓન નેટ વર્થ 28.73 ટકા (એફવાય- 21માં) છે.

બ્રોકરેજ હાઉસિસ વ્યૂઃ ઇશ્યૂ પ્રાઇસ થોડી ઊંચી છતાં લાંબાગાળાને ધ્યાનમાં રાખીને એપ્લિકેશન કરી શકાય. કંપનીએ તેનો હાલનો ગ્રોથ સતત વધી રહેલી કોમ્પિટિશન વચ્ચે જાળવી રાખવો પડશે.

લિસ્ટિંગઃ એનએસઇ અને બીએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત

આઇપીઓ એટ એ ગ્લાન્સ

ઇશ્યૂ ખુલશે10 મે-22
ઇશ્યૂ બંધ થશે12 મે-22
પ્રાઇસ બેન્ડ595-630
બીડ લોટ23 અને ગુણાંકમાં
ઇશ્યૂ સાઇઝરૂ. 538 કરોડ
ઓફર ફોર સેલ85 લાખ શેર્સ
ફેસ વેલ્યૂરૂ.5

ફાઇનાન્સિયલ હાઇલાઇટ્સ

વિગત9 માસ-22FY-21FY-20FY-19
રેવન્યૂ321.2286.523.8222.0
કુલઆવક328295236225
ચો. નફો57.645.327.921.0
ઇપીએસ(રૂ.)13.9410.946.735.08

(આંકડા રૂ. કરોડમાં)