સેબી સમક્ષ ડીઆચએરપી ફાઈલ કરનારી કંપની

આઈપીઓઈશ્યૂ સાઈઝ
Srm contract
Asirvad Micro Finance1500 કરોડ
CJ Darcl Logistics340 OFS
Dee Development325 OFS
Krystal Integrated350 OFS
Agilus Diagnostics
Polymatech Electornics750
Indo Farm Equipment
Popular vehicles250 OFS
Tata tech
Exicom Tele-Systems400 OFS
Vibhor Steel tubes66.47
Azad engi740
Capital SFB450 OFS
Juniper1800
Saraswati Saree Depot

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ પ્રાઈમરી માર્કેટમાં સફળ આઈપીઓની ધૂમ વચ્ચે વધુ ને વધુ કંપનીઓ આઈપીઓ હેઠળ ફંડ ઉઘરાવી ફંડિંગ અને લિસ્ટિંગના લાભો મેળવવા માગે છે. ઓક્ટોબરની શરૂઆતના એક સપ્તાહમાં જ 16 કંપનીઓએ આઈપીઓ હેઠળ અંદાજિત 10 હજારથી 15 હજાર કરોડનું ફંડ એકત્ર કરવા સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યા છે. કંપનીઓએ ફ્રેશ ઈશ્યૂ મારફત અને અનુમાનિત સાઈઝના આધારે 8000 કરોડના આઈપીઓ (ઓફર ફોર સેલ સામેલ નથી) માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરવામાં આવ્યા છે.

Prime Databaseના રિપોર્ટ અનુસાર, 70થી વધુ કંપનીઓ આઈપીઓ મારફત અંદાજિત 1 લાખ કરોડનું ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. જેમાં રૂ. 38 હજાર કરોડના 28 આઈપીઓએ સેબીની મંજૂરી મેળવી લીધી છે. જ્યારે બાકીના રૂ. 44 હજાર કરોડના 41 આઈપીઓ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચિત અને લોકપ્રિય તાતા ટેક્નોલોજીસનો આઈપીઓ પણ સામેલ છે.

પ્રાઈમડેટાબેઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રવિણ હલદિયાએ આ અંગે જણાવ્યું હતું કે, સેકેન્ડરી માર્કેટની વર્તમાન વોલેટિલિટી વચ્ચે મજબૂત લિસ્ટિંગના કારણે આગામી 3થી 4 માસમાં અનેક આઈપીઓ ખૂલી શકે છે. જો કે, લોકસભા ચૂંટણીમાં નવા આઈપીઓ વિરામ લઈ શકે છે.

ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસમાં કુલ 31 કંપનીઓએ આઈપીઓ મારફત રૂ. 26300 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. જે ગતવર્ષની સમાન સમયગાળાની તુલનાએ 26 ટકા ઘટ્યું છે. 2022-23માં 14 આઈપીઓએ રૂ. 35456 કરોડનું ફંડ ઉઘરાવ્યું હતું. જો કે, તે સમયે દેશનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ યોજાયો હતો.

પોલીમેટેક ઇલેક્ટ્રોનિક્સઃ ભારતના પ્રથમ ઓપ્ટો-સેમીકંડક્ટર ચિપ્સ નિર્માતા પોલીમેટેક ઇલેક્ટ્રોનિક્સે સેબી સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીની ઓફરમાં બુક બિલ્ડિંગ રૂટ દ્વારા રૂ. 750 કરોડ સુધીના ઇશ્યૂ સાઇઝમાં ઇક્વિટી  શેર્સના ફ્રેશ ઇશ્યૂ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 10) સામેલ છે. તેમાં ઓફર ફોર સેલ નથી.