અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે ક્વોલિટી અને ક્વોન્ટિટિ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થઇ રહી હોય તેમ રિટેલ રોકાણકારો પણ પસંદગી જોઇને આઇપીઓ ભરી રહ્યા છે. તેના કારણે ઊંચી પ્રાઇસબેન્ડ કે કંપનીની ક્વોલિટી કે ગ્રે માર્કેટના આભાસી આંકડાઓ નહિં વાસ્તવિક વાતોના આધારે સબસ્ક્રીપ્શન મળી રહ્યું હોવાથી કંપનીઓએ પણ ચેતી જવાની જરૂર હોવાનું પ્રાઇમરી માર્કેટ પંડિતો જણાવી રહ્યા છે.

KAYNES TECHNOLOGYનો આઇપીઓ છેલ્લા દિવસે કુલ 34.16 ગણો છલકાઇ ગયો છે. રિટેલ પોર્શનમાં પણ 4.09 ગણું સબસ્ક્રીપ્શન મળ્યું છે.

INOX GREENનો આઇપીઓ અત્યારસુધીમાં કુલ 0.85 ટકા ભરાયો છે. જોકે, રિટેલ પોર્શનમાં 2.93 ગણું સબસ્ક્રીપ્શન મળ્યું છે. મંગળવારે ઇશ્યૂનો છેલ્લો દિવસ છે.

KEYSTONE REALTORSનો આઇપીઓ સોમવારે ખુલ્યો છે. પ્રથમ દિવસના અંતે ક્યૂઆઇબી પોર્શનમાં શૂન્ય ગણો, એનઆઇઆઇમાં 0.11 ટકા, રિટેલમાં 12 ટકા અને કુલ 8 ટકા રિસ્પોન્સ જોવા મળ્યો છે.

આઇપીઓને મળેલા સબસ્ક્રીપ્શનની વિગત (કેટલાં ગણો)

કંપનીક્યૂઆઇબીએનઆઇઆઇરિટેલકુલ
KAYNES TECHNO.98.4721.214.0934.16
INOX GREEN0.470.232.930.85
KEYSTONE REALT000.110.120.08

આવતીકાલે ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સનું લિસ્ટિંગ

બીએસઈ અને એનએસઈ ખાતે ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સ રૂ. 1104 કરોડના આઈપીઓનું લિસ્ટિંગ કરાવશે. ગ્રે માર્કેટમાં ફ્યુઝનના શેરનો ભાવ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યો છે. ફ્યુઝન માઈક્રોના આઈપીઓને પ્રથમ બે દિવસ કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. પરંતુ અંતિમ દિવસે ક્યુઆઈબી પોર્શન 8.59 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થતાં કુલ 2.95 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોએ માત્ર 51 ટકા જ બિડ ભર્યા હતા.

IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ

NameStart DateEnd DateOffer PriceFace Value
KAYNES TECHNOLOGY10-11-202214-11-2022559- 58710
INOX GREEN ENERGY11-11-202215-11-202261- 6510
KEYSTONE REALTORS14-11-202216-11-2022514- 54110