અમદાવાદઃ ચાર પ્રકારના રોકાણકારો જોવા મળતાં હોય છે. સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ અને સ્પેક્યુલેશન. તે પૈકી શેરબજારમાં જે રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવે તે 99.99 ટકા કિસ્સામાં કમાય જ તે આઇટીસી અને એચયુએલના શેર્સે સાબિત કર્યું છે. 2020- 2021ના વર્ષો દરમિયાન સાવ શૂષ્ક રહેલા આ બન્ને શેર્સમાં જે રોકાણકારો ધીરજ રાખીને બેઠાં હશે તેમને 2022ના અંત સુધીમાં તગડું રિટર્ન જોવા મળ્યું છે.

આઇટીસી 3 વર્ષમાં 135થી વધી રૂ. 331 થયો

YearOpenHighLowClose
2020238.90243.80134.95209.00
2021210.00265.30199.10218.00
2022218.00361.90207.00331.65


સિગારેટ-ટુ-એફએમસીજીનો બિઝનેસ કરતી કંપની આઇટીસીના રોકાણકારોને આખરે તેમની ધીરજનું ફળ મળ્યુ ખરૂં, કંપનીની કામગીરીમાં સ્માર્ટ રિકવરીના પગલે વર્ષ દરમિયાન આઈટીસીનો શેર 52% વધ્યો હતો. આ સમયગાળા દરમિયાન, FMCG ઇન્ડેક્સ 14% વધ્યો હતો. સંસ્થાકીય પુનઃરચના માટે પ્રયાસો અંગે કંપનીના મેનેજમેન્ટના નિવેદનોને કારણે સ્ટોકમાં ખરીદીનુ આકર્ષણ વધ્યું છે જેમાં હોટેલ બિઝનેસના ડિમર્જર અને તેની પેટા કંપની ITC ઇન્ફોટેકનું લિસ્ટિંગ સામેલ હોઈ શકે છે. આ શેરમાં 2020-21 દરમિયાન સાવ સુસ્તી રહ્યા પછી 2022માં સારી એવી ઝમક જોવા મળી છે. બોનસ કેન્ડિડેટ ગણાતા શેર્માં ડિવિડન્ડ યિલ્ડ પણ સારી રહી છે.


HUL 2012માં 12 ટકા પણ ત્રણ વર્ષમાં રૂ. 1650થી રૂ. 2740 થયો

YearOpenHighLowClose
20191,821.002,187.001,649.701,923.25
20201,931.002,614.001,756.002,393.55
20212,404.002,859.102,104.252,359.75
20222,379.002,741.001,901.802,559.75

હિન્દુસ્તાન યુનિલિવર લિ.નો શેર 2022માં 12% વધ્યો છે. ડિજિટલ પેનિટ્રેશન તરફના કંપનીના પ્રયાસોને કારણે તેની 25% ગ્રાહક માંગ ડિજિટલ ચેનલો દ્વારા મેળવવામાં આવી છે. HUL તેના પેરન્ટ યુનિલિવરના એકંદર વેચાણમાં 11% યોગદાન આપે છે, તેનું માર્કેટ કેપ તેના પેરેન્ટ્સના માર્કેટ કેપના 67% છે – જે HULના મૂલ્યાંકનમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને પ્રીમિયમ ગ્રોથ તરફ નિર્દેશ કરે છે.

નિષ્ણાતોનું એચયુએલના સ્થાને આઇટીસી ઉપર વધુ બુલિશ વલણ

વિશ્લેષકો HUL કરતાં ITC પર વધુ બુલિશ વલણ દર્શાવી રહ્યા છે. મોટાભાગના ITC પર ₹391ની ટાર્ગેટ પ્રાઈઝ સાથે ખરીદીની ભલામણ આપી છે. બીજી બાજુ એચયુએલ સ્ટોક પર નજર રાખતા વિશ્લેષકોએ ₹2,876ના લક્ષ્યાંક સાથે ખરીદીની ભલામણ આપી છે. આઈટીસી તેના 24 PE સાથે HULના 63 પીઈ કરતાં સુધારાની વધુ તકો દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)