અમદાવાદ: એફએમસીજી સેગમેન્ટની આઈટીસી લિ.નો ડિસેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો 21 ટકા વધી રૂ. 5,031.01 કરોડ નોંધ્યો હતો. જે ગતવર્ષે ₹4156.2 કરોડ હતો. આઈટીસીની આવક ગતવર્ષે રૂ. 15862 કરોડ સામે 2.3 ટકા વધીને ₹16225.1 કરોડ થઈ છે. ITCએ ₹1ની ફેસવેલ્યૂ ધરાવતા શેર દીઠ ₹6નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકોર્ડ તારીખ 15 ફેબ્રુઆરી, 2023 નિર્ધારિત કરવામાં આવી છે. વચગાળાના ડિવિડન્ડની ચુકવણી 3 માર્ચ 2023 અને 5 માર્ચ, 2023 ની વચ્ચે રહેશે. કંપનીની EBITDA ₹5,102.1 કરોડથી વાર્ષિક ધોરણે 22% વધીને ₹6223.2 કરોડ થઈ છે.

વિવિધ સેગમેન્ટમાં આઈટીસીની આવક

સેગમેન્ટ મુજબ, FMCG-સિગારેટમાંથી આવક 16.7 ટકા વધીને ₹7288 કરોડ થઈ છે જે અગાઉના વર્ષના ગાળામાં ₹6244.11 હતી. જ્યારે FMCG-અન્ય આવક ₹4841 કરોડ રહી હતી. હોટલમાંથી આવક 50.48 ટકા વધીને ₹712.39 કરોડ થઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹473.39 હતી. જોકે, કૃષિ વ્યવસાયમાંથી ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક ₹4,962.37 કરોડથી 37 ટકા ઘટીને ₹3,123.77 કરોડ રહી હતી. પેપરબોર્ડ્સ, પેપર અને પેકેજિંગની આવક ₹2,046.48 કરોડથી 12.65 ટકા વધીને ₹2,305.54 કરોડ થઈ હતી. BSE ખાતે કંપનીનો શેર 0.50 ટકા વધીને ₹380.5 થયો હતો.

કંપની પરિણામ એક નજરે

વિગતડિસેમ્બર-23ડિસેમ્બર-22
કુલ આવકો18137.2017666.46
ચોખ્ખો નફો5031.014466.06
ઈપીએસ4.063.61