મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.56,760ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,826 અને નીચામાં રૂ.56,620ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,152 વધી રૂ.58,114ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.433 વધી રૂ.46,029 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.44 વધી રૂ.5,665ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,730ના ભાવે ખૂલી, રૂ.845 વધી રૂ.57,710ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.68,589ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,769 અને નીચામાં રૂ.67,613ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1528 વધી રૂ.70,204ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1414 વધી રૂ.70,123 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,412 વધી રૂ.70,108 બંધ થયો હતો. સોના-ચાંદીમાં MCX પર 10,87,613 સોદાઓમાં કુલ રૂ.78,803.46 કરોડનાં કામકાજ થયાં હતાં. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન 35,47,832 સોદાઓમાં કુલ રૂ.2,80,743.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.114950.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.165453.05 કરોડનો હતો.

ક્રૂડ તેલમાં રૂ.216નો કડાકોઃ મેન્થા તેલમાં સુધારોઃ નેચરલ ગેસમાં નરમાઈ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.2.35 ઘટી રૂ.225.20 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.7.35 ઘટી રૂ.294ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.9.40 ઘટી રૂ.776.65 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.55 ઘટી રૂ.186ના ભાવ થયા હતા. MCX ખાતે 81,594 સોદાઓમાં રૂ.14,352.29 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,617ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,740 અને નીચામાં રૂ.6,181ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.216 ઘટી રૂ.6,317 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.34 ઘટી રૂ.211.40 બંધ થયો હતો. MCX પર 4,38,853 સોદાઓમાં કુલ રૂ.21,766.11 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16.70 વધી રૂ.1025.80 થયો હતો. MCX ખાતે 652 સોદાઓમાં રૂ.28.35 કરોડનાં કામકાજ થયા હતા.

MCXના વાયદાની સાપ્તાહિક વધઘટ

MCX કોન્ટ્રેક્ટપાકતીતારીખખૂલી(રૂ.)વધી(રૂ.)ઘટી(રૂ.)બંધ(રૂ.)વધઘટ(રૂ.)
સોનું 03-02-23567605882656620581141152
સોનું-મિની 03-02-2356730588955646057710845
ગોલ્ડ-ગિની 28-02-2345480467974502246029433
ગોલ્ડ-પેટલ 28-02-23562557515573566544
ચાંદી 03-03-23685897276967613702041528
ચાંદી-માઈક્રો 28-02-23687267245067806701081412
ચાંદી-મિની 28-02-23687887248367813701231414
બુલડેક્સ 22-02-2315710162361553715909161
એલ્યુમિનિયમ 28-02-23227.1227.45220.85225.2-2.35
જસત 28-02-23303.55304.55288294.2-7.35
તાંબુ 28-02-23786.4790.8773.85776.65-9.4
સીસું 28-02-23189.05190185185.75-2.55
ક્રૂડ તેલ 17-02-236617674061816317-216
નેચરલ ગેસ 23-02-23242.3246204.3211.4-34
મેન્થા તેલ 28-02-2310081033.91002.11025.816.7