મુંબઇ: હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં અમુક ચોક્કસ કોમોડિટીમાં લેવાલી જોવા મળી હતી તેથી કૄષિ કોમોડિટીનાં વાયદા બેતરફી રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૧૫૮.૧૦ ખુલી સાંજે ૮૨૨૪.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૯૦રૂ. ખુલી ઉંચામાં ૮૧૯૦ તથા નીચામાં ૮૧૯૦રૂ. થઇ સાંજે ૮૧૯૦રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૮૨ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૩૭ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, તથા કપાસનાં ભાવ ઘટ્યા  મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમ, ગુવાર સીડ, જીરા, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.  આજે એરંડાના ભાવ ૭૦૪૨રૂ. ખુલી ૭૦૩૪ રૂ., દિવેલનાં ભાવ ૧૪૪૬રૂ. ખુલી ૧૪૪૬રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૭૬રૂ. ખુલી ૨૭૭૪રૂ., ધાણા ૭૭૭૬રૂ. ખુલી ૭૭૫૬રૂ. ગુવાર સીડનાં ભાવ ૬૦૩૦રૂ. ખુલી ૬૦૪૯રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૮૦૩રૂ. ખુલી ૧૨૮૧૫રૂ., જીરાનાં ભાવ ૩૩૦૦૦રૂ. ખુલી ૩૪૨૦૫રૂ., કપાસનાં ભાવ ૧૬૧૫.૦૦રૂ. ખુલી ૧૬૧૨.૦રૂ., સ્ટીલના ભાવ ૪૮૪૩૦ ખુલી ૪૮૫૦૦રૂ. અને હળદરનાં ભાવ  ૭૨૮૦ રૂ. ખુલી ૭૩૮૪રૂ. બંધ રહ્યા હતા.