ટોક્યોઃ જાપાનનો ફુગાવો 40 વર્ષની ટોચે પહોંચ્યો છે. અમદાવાદઃ જાપાનની સેન્ટ્રલ બેન્કે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોથી વિરૂદ્ધ વ્યાજદરોમાં હળવુ વલણ જાળવી રાખતાં આ સ્થિતિ સર્જાઇ હોવાનું નિષ્ણાતો માની રહ્યાછે. યેનમાં કડાકો અને આયાતી ખર્ચમાં દબાણના કારણે ઓક્ટોબરમાં જાપાનનો કોર કન્ઝ્યુમર ફુગાવો 40-વર્ષની ઊંચી સપાટીએ 3.6% વધ્યો છે. સપ્ટેમ્બરમાં 3 ટકા હતો.

ફેબ્રુઆરી 1982 પછીનો સૌથી મોટો ઉછાળો છે. જ્યારે ઈરાન-ઈરાક યુદ્ધથી ઉદ્દભવેલી મધ્ય પૂર્વ કટોકટીએ ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવ્યો હતો અને ઊર્જાના ભાવમાં વધારો કર્યો હતો. ફુગાવો સતત સાતમા મહિને બેન્ક ઓફ જાપાન (BOJ) ના 2% લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે.

યુરોપ પણ આકરા પગલાં ભરવા સજ્જ હોવાની વાતો

યુરોયિન દેશોમાં પણ ફુગાવો સતત વધી રહ્યો છે. જેના પગલે યુરોપિયન સેન્ટ્રલ બેન્ક વ્યાજદરમાં વધારાની સાથે જરૂર પડ્યે આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવા વિચારી શકે છે. ઈસીબીએ જુલાઈથી અત્યારસુધીમાં 200 બેઝિસ પોઈન્ટનો વધારો કરી દીધો છે.

અમેરિકા પણ હોકિશ ટ્રેન્ડ જારી રાખશે

અમેરિકાની ફેડ રિઝર્વે હાલમાં જ હોકિશ ટ્રેન્ડ જારી રાખવાનો સંકેત આપ્યો છે. ફેડ રિઝર્વના અધિકારીઓએ અમેરિકાની આકરી મોનેટરી પોલિસી અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે, ફેડરલ ફંડ્સ રેટ 5થી 7 ટકાની રેન્જમાં આવી શકે છે. ફેડ રિઝર્વના પ્રેસિડન્ટ જેમ્સ બુલર્ડે જણઆવ્યુ હતુ કે, વ્યાજદરમાં વધારો ફુગાવાને કાબૂમાં લેવા માટે માત્ર મર્યાદિત અસરો કરી શકે છે. આ સિવાય અન્ય પગલાંઓ લેવાની જરૂરિયાત ઉભી થશે.

ઘરઆંગણે આરબીઆઈ પણ વ્યાજદર વધારશે

દેશમાં ઓક્ટોબર મહિનામાં ફુગાવાના દર ઘટ્યા છે. પરંતુ આરબીઆઈના નિર્ધારિત લક્ષ્યાંક (4-6 ટકા) કરતાં વધુ રહેતા આરબીઆઈ આગામી બેઠકમાં રેપો રેટમાં વધારો કરે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે.

યુકેમાં મોંઘવારી 41 વર્ષની ટોચે

એનર્જી અને ફુડના ભાવોમાં વધારાના પગલે બ્રિટનનો ફુગાવો 41 વર્ષની ટોચે 11.2 ટકા નોંધાયો છે. ટેક્સદરોમાં વધારો તેમજ ખર્ચમાં ઘટાડો સહિત બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજદરોમાં આક્રમક વધારો થઈ રહ્યો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજદર 0.75 ટકાથી વધારી 3 ટકા કરતાં યુકેમાં 2024ના મધ્ય સુધી લાંબી મંદીનું જોખમ વધ્યું છે.