મુંબઇ, 27 નવેમ્બર, 2024: ANGEL ONE LTD ની સંપૂર્ણ માલીકીની પેટા કંપની ANGEL ONE ASSET MANAGEMENT LTD એ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસેથી એન્જલ વન મ્યુચ્યુઅલ ફંડ માટે એસેટ મેનેજમેન્ટ કંપની તરીકે કામ કરવાની મંજૂરી મેળવી છે. ANGEL ONE એ વિશેષ કરીને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે.

એન્જલ વન મ્યુચ્યુઅલ ફંડની પેસિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ (જેમકે ઇન્ડેક્સ ફંડ્સ અને ઇટીએફ) ક્લાયન્ટ્સને સંપત્તિ સર્જન માટે નીચો-ખર્ચ, પારદર્શક અને સુવિધાજનક રીત ઓફર કરવા માટે ડિઝાઇન કરાઇ છે. પેસિવ ઇન્વેસ્ટમેન્ટનું આકર્ષણ સતત વધી રહ્યું છે ત્યારે એન્જલ વન મ્યુચ્યુઅલ ફંડની આ અભિગમ પ્રત્યેની કટીબદ્ધતા પોર્ટફોલિયોમાં સરળતા અને ખર્ચ-કાર્યક્ષમતા ઇચ્છતા ક્લાયન્ટ્સની વધતી માગને પૂર્ણ કરશે.

ANGEL ONE AMC નું ધ્યાન ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ પ્રોડક્ટ્સના વિશાળ સ્યુટ વિકસાવવા પર રહેશે, જે ગ્રાહકોને તેમની રોકાણ પસંદગીઓ અને જોખમ પ્રોફાઇલ સાથે અનુરૂપ વૈવિધ્યસભર રોકાણ વિકલ્પો પ્રદાન કરવા માટે રચાયેલ છે. ANGEL ONE AMC વર્તમાન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના પેરેન્ટ અને બીજા પાર્ટનર્સના વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનો લાભ લેવાની યોજના ધરાવે છે, જેથી આ રોકાણ પ્રોડક્ટ્સની સરળ એક્સેસ સુનિશ્ચિત કરી શકાય.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)