નવી દિલ્હી: જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)એ 5થી 9 જાન્યુઆરી, 2023 સુધી મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં કેલેન્ડર વર્ષ 2023નો પ્રથમ ડિઝાઇન-કેન્દ્રિત જ્વેલરી શૉ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ (IIJS સિગ્નેચર) અને ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી મશીનરી એક્ષ્પો (IGJME)નું આયોજન કર્યું છે.

IIJS સિગ્નેચર 2023નાં ઉદ્ઘાટન સમારંભમાં રાજ્ય કક્ષાના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અનુપ્રિયા પટેલ, ગેસ્ટ ઓફ ઑનર તરીકે સાંસદ શ્રીમતી પૂનમ મહાજન તથા મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના ચેરમેન એમ પી અહમદ ઉપસ્થિત હતાં.

  • 65,000 ચોરસ ફીટમાં પથરાયેલા છ હોલના દરેક શૉ ફ્લોર
  • 2,400+ બૂથમાં 1,300થી વધારે પ્રદર્શકોને સમાવશે.
  • IIJS સિગ્નેચરમાં 10,000 સ્થાનિક કંપનીઓમાંથી 24,000 મુલાકાતીઓ સામેલ થશે.
  • હોલ 7માં 115+ બૂથમાં 90+ કંપનીઓ પ્રદર્શન કરશે.
  • 50 દેશોમાં 60 કંપનીઓમાંથી 800 વિદેશી મુલાકાતીઓ આવશે
  • 10 દેશોમાંથી પ્રતિનિધિઓ, સાઉદી અરેબિયામાંથી પ્રતિનિધિમંડળ આવ્યું

40 અબજની નિકાસ સાથે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર વર્ષ પ્રતિ વર્ષ ભારતીય નિકાસની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે. ભારત ફક્ત બે એફટીએ યુએઇ અને ઓસ્ટ્રેલિયા સાથે ધરાવે છે, જેના પરિણામે આ દેશોમાં નિકાસમાં ડબલ-ડિજિટ વૃદ્ધિ થઈ છે. કેનેડા, ઇયુ અને યુકે સાથે વાટાઘાટા ચાલી રહી છે તથા ચાલુ વર્ષે વધુ બે એફટીએ કાર્યરત થવાની ખાતરી છે. મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશેષ બૂથ અને યુવાન જ્વેલરી ડિઝાઇનરો તેમના કલેક્શન દર્શાવવા બૂથ ધરાવે છે. મંત્રાલયે ઇ-કોમર્સ, ડાયમન્ડની આયાત માટે વેરામાં ઘટાડો, નવી ગોલ્ડ મોનેટાઇઝેશન નીતિ અને હોલમાર્કિંગના નિયમો દ્વારા જેમ એન્ડ જ્વેલરી નિકાસ માટે સરળ નિયમનકારક માળખાનો અમલ કરવા જેવા કેટલાંક પગલાં લીધા છે. સરકાર જેમ એન્ડ જ્વેલરીની નિકાસને વધારવા કટિબદ્ધ છે. નવી મુંબઈમાં નવો જ્વેલરી પાર્ક મહારાષ્ટ્ર અને ભારતને વૈશ્વિક લીડર બનાવશે. એનાથી આ ક્ષેત્રમાં અંદાજે 1 લાખ રોજગારીઓનું સર્જન થશે.