અમદાવાદઃ કંપનીએ FREE શેર જારી કરવાની જાહેરાત અને ટાટા મોટર્સે પ્રારંભિક જાહેર ઓફર દ્વારા આંશિક ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહી હોવાનું જણાવ્યું તે પછી અનલિસ્ટેડ માર્કેટમાં ટાટા ટેક્નોલોજીના શેરમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં 30 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અનલિસ્ટેડ માર્કેટમાં શેર રૂ. 5,500થી વધીને રૂ. 7,300 પર પહોંચ્યો હતો. ટાટા ટેક્નૉલૉજીએ તાજેતરમાં દરેક શેર માટે એક શેર બોનસ ઇશ્યૂની જાહેરાત કરી હતી અને 16 જાન્યુઆરીને રેકોર્ડ ડેટ તરીકે સેટ કરી હતી. કંપનીએ સ્ટોક સ્પ્લિટની પણ જાહેરાત કરી હતી. ટાટા મોટર્સે 12 ડિસેમ્બરે એક્સચેન્જોને લખેલી એક નોંધમાં જણાવ્યું હતું કે તે કંપનીમાં આંશિક વિનિવેશની શોધ કરી રહી છે. ટૂંકમાં અનલિસ્ટેડ ટાટા ગ્રૂપ કંપનીએ બજારના વલણને નકારી કાઢ્યું છે જ્યાં રોકાણકારો બ્લુ-ચિપ અને પરંપરાગત વ્યવસાયો તરફ આગળ વધ્યા છે.