અમદાવાદ, 22 મેઃ જુબિલન્ટ ફૂડવર્ક્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 208.2 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 28.5 કરોડ કરતાં સાત ગણો વધુ હતો. કંપનીની આવક રૂ. 1,572.7 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 1,269.8 કરોડથી 23.8 ટકા વધી છે. ત્રિમાસિક ગાળા માટે વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ પહેલાની કમાણી (EBIDTA) 24.7 ટકા વધીને રૂ. 310.5 કરોડ હતી. EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 10 bps વધીને 19.7 ટકા થયું છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ.2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરદીઠ રૂ. 1.2ના ડિવિડન્ડની ભલામણ કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)