અમદાવાદ, 31 મેઃ ભારતના સૌથી મોટાં સપ્લાય ચેઇન ફાઇનાન્સ પ્લેટફોર્મ KredXએ તેના ITFS (ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સ સર્વિસિસ) પ્લેટફોર્મ KredX GTX દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતના નિકાસકારોને રૂ. 20 કરોડ ડોલરથી વધુ ધિરાણ આપવાની યોજના બનાવી છે. દેશની કુલ નિકાસના 33.33 ટકા હિસ્સો ધરાવતાં ગુજરાતમાં આ વ્યૂહાત્મક પહેલનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંકળાયેલા વ્યવસાયોના વિકાસને વેગ આપવાનો છે.  KredX GTX એ KredXની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જે હાલમાં ભારતના આઈએફએસસી ખાતે લિસ્ટિંગ કરાવનાર ITFS (આઇટીએફએસ) પ્લેટફોર્મ છે.

KredX (ક્રેડેક્સ) ના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુરાગ જૈને જણાવ્યું હતું કે  ગુજરાત ભારતમાં ટોચનું નિકાસ કરતું રાજ્ય છે અને KredX GTX (ક્રેડેક્સ જીટીએક્સ) નિકાસકારોને શિપમેન્ટ પહેલા અને પછી ધિરાણની સુવિધા પૂરી પાડીને નિકાસના આંકડાને આગળ વધારશે અને ભારત સરકારને 2030 સુધીમાં નિકાસમાં $2 લાખ કરોડના તેના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે.

KredX GTX હાઇલાઇટ્સ એટ એ ગ્લાન્સ

10      અબજ ડોલરની ટ્રાન્ઝેક્શન વેલ્યૂ અત્યારસુધીમાં

40000 થી વધુ બિઝનેસને કરી મદદ પ્લેટફોર્મ દ્વારા

300    કોર્પોરેટ્સ ક્રેડેક્ષ પ્લેટફોર્મ ઉપર ધરાવે છે હાજર

268    શહેરોને આવરી રહ્યું છે આ પ્લેટફોર્મ

5       દેશોને પણ આવરી રહ્યું છે પ્લેટફોર્મ

ગુજરાતમાં 65% નિકાસકારો માને છે કે પર્યાપ્ત નાણાંનો અભાવ  નિકાસના વિકાસને અવરોધે છે

ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (FIEO) દ્વારા હાથ ધરાયેલા એક સર્વેની અનુસાર, ગુજરાતમાં 65% નિકાસકારો માને છે કે પર્યાપ્ત નાણાંનો અભાવ નિકાસને પડકારી રહ્યો છે. ચાલુ વૈશ્વિક આર્થિક મંદી સામે સમગ્ર દેશમાં નિકાસને ગંભીર રીતે અસર કરી છે, ગુજરાતે પ્રવર્તમાન વલણને અવગણતા, આધુનિક વેપાર ફાઇનાન્સની મર્યાદિત પહોંચ અને કાર્યકારી મૂડીની અછત જેવા પડકારો હોવા છતાં, રાજ્યએ એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 ના સમયગાળા દરમિયાન એકંદર નિકાસમાં 33.3% પ્રભાવી રીતે ભારતમાંથી ટોચના નિકાસકાર તરીકે તેનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ગુજરાત પછી, મહારાષ્ટ્ર 16.1% શેર સાથે બીજા સ્થાને છે, જ્યારે તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ અનુક્રમે 8.9%, 6.1% અને 4.8% સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાન ધરાવે છે.

દેશની નિકાસમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતા રાજ્યો

રાજ્યહિસ્સો ટકા
ગુજરાત33.3
મહારાષ્ટ્ર16.1
તામિલનાડુ8.9
કર્ણાટક6.1
ઉત્તર પ્રદેશ4.8