લાર્સનનો વાર્ષિક નફો રૂ. 10000 કરોડ પ્લસ, શેરદીઠ રૂ. 24 ડિવિડન્ડની ભલામણ
અમદાવાદ, 10 મેઃ લાર્સન એન્ડ ટુબ્રોએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ/ ક્વાર્ટર માટેના પરીણામો જાહેર કરવા સાથે શેરદીઠ રૂ. 24 ડિવિડન્ડની ભલામણ કરી છે. સમગ્ર વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો 10000 કરોડની સપાટી ક્રોસ કરવા સાથે 21 ટકા વધ્યો છે. વર્ષાન્ત માટે કંપનીની કોન્સોલિડેટેડ આવકો રૂ. 183341 કરોડ (રૂ. 158788.31 કરોડ) થઇ છે. કંપનીની ત્રિમાસિક આવકો 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 58335 કરોડ થઇ છે. કંપનીનો વાર્ષિક નફો 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 10471 કરોડ થયો છે. જ્યારે ત્રિમાસિક નો 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3987 કરોડ નોંધાયો છે.
Particulars | Quarter ended | Quarter ended | Quarter ended | Year ended | Year ended |
Particulars | March 31, 2023 | December 31, 2022 | March 31, 2022 | March 31, 2023 | March 31, 2022 |
Total Income | 59076.06 | 47144.75 | 53366.26 | 186269.87 | 158788.31 |
Net Profit | 3986.78 | 2552.92 | 3620.69 | 10470.72 | 8669.33 |