અમદાવાદ, 19 જુલાઈ: ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાંની એક લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2023 સુધીમાં દરેક વર્ષે નફામાં વૃદ્ધિ નોંધાવવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મોર્નિંગસ્ટારના વિશ્લેષણ મુજબ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં 4,200થી વધુ લિસ્ટેડ કંપનીઓમાંથી આવી સિદ્ધિ મેળવનાર માત્ર 16 કંપનીઓમાં તે સામેલ છે.

લિંકન ફાર્માસ્યુટિકલ્સની છેલ્લા 10 વર્ષની નાણાકીય કામગીરી

વર્ષઆવકએબિટાચો. નફોEPS
2023532.79111.6572.9036.40
2013192.9618.589.816.02
10 વર્ષCAGR10.69%19.64%22.21%

નાણાંકીય વર્ષ 2013થી નાણાંકીય વર્ષ 2023ના 10 વર્ષ દરમિયાન, કંપનીએ ચોખ્ખા નફામાં 22%થી વધુ, એબિટામાં 19%થી વધુ અને આવકમાં 10%થી વધુનો મજબૂત સીએજીઆર નોંધાવ્યો છે. રેટિંગ એજન્સી ઈકરાએ કંપનીની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બેંક સુવિધાઓને અનુક્રમે A અને A1 માં અપગ્રેડ કરી છે.

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, લિંકન ફાર્મા છેલ્લા 10 વર્ષોમાં દર વર્ષે નફામાં વૃદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી છે અને આવી સિદ્ધિ મેળવનારી ખૂબ જ ઓછી કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. કંપનીએ તેના માર્જિન જાળવી રાખીને કે તેમાં સુધારો કરીને નાણાંકીય વર્ષ 2026 સુધીમાં રૂ. 750 કરોડની આવક હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

લિંકન ફાર્માનો છેલ્લા 10 વર્ષનો નફો

નાણાં વર્ષ ચો. નફો (રૂ. કરોડ)
202372.90
202269.36
202160.41
202049.56
201946.64
201834.65
201727.08
201623.80
201514.77
201411.42
20139.81

લિંકન ફાર્મા પાસે અમદાવાદ, ગુજરાતના ખાત્રજ ખાતે અત્યાધુનિક ઉત્પાદન સુવિધા એકમ છે, જે કડક આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને અનુપાલન ધોરણોનું પાલન કરે છે અને EUGMP, WHO-GMP અને ISO-9001: 2015 દ્વારા પ્રમાણિત છે. કંપનીએ 600થી વધુ ફોર્મ્યુલેશન વિકસાવ્યા છે. 15 રોગનિવારક ક્ષેત્રોમાં અને એન્ટિ-ઇન્ફેક્ટિવ, શ્વસનતંત્ર, સ્ત્રીરોગવિજ્ઞાન, કાર્ડિયો અને સીએનએસ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-મેલેરિયા વગેરેમાં મજબૂત પ્રોડક્ટ/બ્રાન્ડ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીએ 25થી વધુ પેટન્ટ અરજીઓ દાખલ કરી છે અને તેને સાત પેટન્ટ આપવામાં આવી છે. દેશભરમાં 30,000 થી વધુ ડોકટરો, કેમિસ્ટ્સને સેવા આપતા 600 થી વધુ કર્મચારીઓના સમર્પિત ફિલ્ડ ફોર્સ સાથે કંપની રાષ્ટ્રીય સ્તરે સ્થાનિક બજારમાં મજબૂત હાજરી ધરાવે છે.

નાણાંકીય વર્ષ 2023 માટે, કંપનીએ નાણાંકીય વર્ષમાં તેના સર્વશ્રેષ્ઠ પરિણામો – આવક, એબિટા અને ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ નાણાંકીય વર્ષમાં પ્રથમ વખત રૂ. 500 કરોડથી વધુ આવક અને રૂ. 100 કરોડથી વધુ કરવેરા પહેલાનો નફો મેળવ્યો હતો.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)