Q2FY24Q2FY23YOY
Income164.68146.3012.56%
EBITDA39.8434.5915.18%
P b T36.8732.0315.11%
Net Profit27.6523.7116.62%
E.P.S(Rs. )13.8111.8416.64%
(Amount in Cr except EPS)

અમદાવાદ, 2 નવેમ્બર: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 30મી સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 16.62 ટકા વૃદ્ધિ સાથે રૂ.27.65 કરોડ (રૂ.23.71 કરોડ) નોંધાવ્યો છે. કુલ આવક 12.56 ટકા વધી રૂ. 164.68 કરોડ (રૂ. 146.30 કરોડ) નોંધાઇ છે. એબિટામાં 15.18%ની વૃદ્ધિ સાથે રૂ. 34.59 કરોડની સરખામણીમાં રૂ. 39.84 કરોડ નોંધવામાં આવી હતી. ઈપીએસ રૂ. 13.81 પ્રતિ શેર નોંધાઈ હતી. 29મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરધારકોએ નાણાંકીય વર્ષ 2022-23 માટે શેરદીઠ રૂ. 1.50ના ડિવિડન્ડને મંજૂરી આપી હતી.

કંપનીના પરિણામો અને કામગીરી અંગે ટિપ્પણી કરતાં, લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કંપનીએ ચોખ્ખી દેવામુક્ત સ્થિતિ જાળવી રાખીને નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા તથા પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તમામ બિઝનેસ વર્ટિકલ્સમાં મજબૂત વૃદ્ધિનો અનુભવ કરવાનું ચાલુ રાખ્યું છે. અમે નાણાંકીય વર્ષના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં વધુ સારી વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ, જે સ્થાનિક અને નિકાસ બજારો બંનેમાં નવી પ્રોડક્ટ્સ લોન્ચ થવાને કારણે તેમજ ઓપરેશનલ કાર્યક્ષમતા અને ઉચ્ચ માર્જિનવાળી પ્રોડક્ટ્સમાં સુધારાને કારણે છે. મજબૂત વૃદ્ધિની પહેલ, ઉત્પાદન અને ભૌગોલિક વિસ્તરણ અને કાર્યક્ષમતા સાથે, અમે નાણાંકીય વર્ષ 2026માં રૂ. 750 કરોડની આવક હાંસલ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

નાણાંકીય વર્ષ 2023 દરમિયાન, કંપનીએ સ્થાનિક બજારમાં 18 પ્રોડક્ટ્સ લોન્ચ કરી હતી અને નિકાસ બજારમાં 130થી વધુ ડોઝિયર્સ ભર્યા હતા. કંપની પાસે 1,700થી વધુ નોંધાયેલ પ્રોડક્ટ્સ છે અને અન્ય 700 પાઇપલાઇનમાં છે.

કંપની હાલમાં પૂર્વ અને પશ્ચિમ આફ્રિકા, મધ્ય, ઉત્તર અને લેટિન અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયા સહિત 60થી વધુ દેશોમાં નિકાસ કરે છે. કંપનીએ તાજેતરમાં કેનેડામાં નિકાસ શરૂ કરી છે. ટીજીએ – ઓસ્ટ્રેલિયા અને ઈયુ જીએમપી મંજૂરીઓ કંપનીની હાજરીને વધુ મજબૂત કરશે અને તેના નેટવર્કને 90થી વધુ દેશોમાં વિસ્તૃત કરશે.