L&t Technology services એ બીજા ક્વાર્ટરમાં 8 ટકા વૃદ્ધિ નોંધાવી
મુંબઇ, 17 ઓક્ટોબરઃ એન્જિનિયરીંગ અને ટેક્નોલોજી સેવાઓમાં વિશ્વભરમાં અગ્રણી એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિસ લિમિટેડ (BSE: 540115, NSE: LTTS)એ 30 સપ્ટેમ્બર, 2024ના રોજ સમાપ્ત થયેલા બીજા ક્વાર્ટર માટે તેના પરિણામોની જાહેરાત કરી છે.આ ક્વાર્ટરમાં એલટીટીએસે બે 20 મિલિયન ડોલર અને ચાર 10 મિલિયન ડોલર ટીસીવી ડીલ મેળવી છે. આ ઉપરાંત કંપનીએ સસ્ટેનેબિલિટીમાં બે નોંધપાત્ર એમ્પેનલમેન્ટ એગ્રીમેન્ટ્સ જીત્યાં છે.
Q2FY25 માટેની હાઇલાઇટ્સ:
- આવકો રૂ. 25,729 મિલિયન, ત્રિમાસિક ધોરણે 4.5 ટકા અને વાર્ષિક ધોરણે 8 ટકાની વૃદ્ધિ
- યુએસ ડોલરમાં આવક 307 મિલિયન ડોલર, ત્રિમાસિક ધોરણે 3.9 ટકા અને વાર્ષિક ધોરણે 6.5 ટકાની વૃદ્ધિ
- ઇબીઆઇટી માર્જીન 15.1 ટકા
- ચોખ્ખો નફો રૂ. 3,196 મિલિયન, વાર્ષિક ધોરણે 1.3 ટકાની વૃદ્ધિ
- વચગાળાનું ડિવિડન્ડ પ્રતિશેર રૂ. 17, રેકોર્ડ તારીખ 25 ઓક્ટોબર, 2024
આ સેગમેન્ટે અમારી ‘ગો ડીપર ટુ સ્કેલ’ વ્યૂહરચનાની મદદથી સારા પરિણામો આપવાની શરૂઆત કરી દીધી છે, જેનો પ્રારંભ અમે વર્ષની શરૂઆતમાં કર્યો હતો. અમે પહેલેથી મોટા સોદા અને એમ્પેનલમેન્ટ એગ્રીમેન્ટના આધારે 6.5 ટકાએ સસ્ટેનેબિલિટીના નેતૃત્વમાં બીજા ક્વાર્ટરમાં 4 ટકાની મજબૂત ક્રમિક વૃદ્ધિ સાધી છે. મોબિલિટીએ પણ એસડીવી અને હાઇબ્રિડડાઇઝેશન આધારિત અમારી કામગીરી દ્વારા 5 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કોન્સોલિડેશન સાથે મોટા કદના સોદોની અમારી પાઇપલાઇન તથા અદ્યતન ટેક્નોલોજી આધારિત પરિવર્તન સાથે અમે મધ્યમગાળામાં 2 અબજ ડોલરની આવક સાથે 17-18 ટકા ઇબીઆઇટી માર્જિનના અંદાજમાં વિશ્વાસ કરીએ છીએ.
નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરના અંતે એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિસનો પેટન્ટ પોર્ટફોલિયો 1,394 રહ્યો છે, જેમાં 877 તેના ગ્રાહકો સાથે કો-ઓથર્ડ છે અને 517 એલટીટીએસ દ્વારા ફાઇલ કરાઇ છે. નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરના અંતે એલટીટીએસના કર્મચારીઓની સંખ્યા 23,698 છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)