મુંબઈ, 24 જાન્યુઆરી: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે નવી સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ સિરીઝ લોન્ચ કરી છે જે ડીઝલ અને સીએનડી ડ્યુઓ એમ બંને વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ રહેશે. સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ સિરીઝ સ્પર્ધાત્મક કિંમત ઓફર કરે છે જેમાં ડીઝલ વેરિઅન્ટ રૂ. 6.61 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) અને સીએનજી ડ્યુઓ વેરિઅન્ટ રૂ. 6.93 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી)ની કિંમતે ઉપલબ્ધ છે. બ્રાન્ડના વોલ્યુમમાં છ ગણો વધારો કરનાર સુપ્રો સીએનજી ડ્યુઓની સફળતાના પગલે નવી સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ મલ્ટી એન્જિન અને ઇંધણ વિકલ્પો, મોર્ડન સ્ટાઇલ, વધુ સુરક્ષા અને ટેક્નોલોજીકલ ફીચર્સ સાથે મહિન્દ્રાની વર્સેટાઇલ પ્લેટફોર્મ ઓફર કરવાની પ્રતિબદ્ધતા પુનઃસ્થાપિત કરે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટોમોટિવ ડિવિઝનના સીઈઓ નલિનીકંઠ ગોલ્લાગુંટાએ જણાવ્યું હતું કે 500 કિમી રેન્જ સીએનજી ડ્યુઓ વેરિઅન્ટ સાથે સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ પાવર, ઇકોનોમી, સેફ્ટી અને કમ્ફર્ટનું મિશ્રણ છે. એમએન્ડએમના ઓટોમોટિવ ટેક્નોલોજી એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટના પ્રેસિડેન્ટ આર. વેલુસામીએ જણાવ્યું હતું કે આ વાહન કાર્યક્ષમ, મજબૂત, મૂલ્ય આધારિત સોલ્યુશન્સની સાથે સાથે 2-ટન કરતા ઓછાના સેગમેન્ટને પુન:આકાર આપે છે.

સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ તેની 900 કિગ્રા (ડીઝલ) અને 750 કિગ્રા (સીએનજી ડ્યુઓ)ની શ્રેષ્ઠ પેલોડ ક્ષમતા, એન્ટી-રોલ બાર સાથે વધુ સુરક્ષા ફીચર ધરાવે છે જે 2050એમએમ વ્હીલબેઝ, 5-સ્પીડ ટ્રાન્સમિશન સાથે સ્થિરતા પૂરી પાડે છે. સુપ્રો એક્સેલ ડીઝલ 23.6 કિમી પ્રતિ લિટરની ઇંધણ કાર્યક્ષમતા મેળવે છે, જ્યારે સુપ્રો એક્સેલ સીએનજી ડ્યુઓ 105 લિટરની ક્ષમતા સાથે, પ્રભાવશાળી 24.8 કિમી પ્રતિ કિલોની એવરેજ પૂરી પાડે છે અને 500 કિમીથી વધુની નોંધપાત્ર રેન્જ ધરાવે છે.

નવું એસસીવી શક્તિશાળી 19.4 kW ડાયરેક્ટ ઇન્જેક્શન ડીઝલ એન્જિન અને 20.01 kW પોઝિટિવ ઇગ્નિશન સીએનજી એન્જિન બીએસ6 આરડીઈ-સુસંગત એન્જિનથી સજ્જ છે, જે અનુક્રમે 55 Nm અને 60 Nm ટોર્ક પૂરો પાડે છે. આ વાહન આર13 ટાયર ધરાવે છે અને 208 એમએમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ ધરાવે છે, જે સંપૂર્ણ લોડ સાથે પણ વધુ સારા પર્ફોર્મન્સ અને પિકઅપની ખાતરી આપે છે. સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ નોંધપાત્ર રીતે વધારાયેલી જાડાઈ સાથે રિઇન્ફોર્સડ ચેસિસ ધરાવે છે, જે અપ્રતિમ ટકાઉપણું અને પર્ફોર્મન્સ માટે મજબૂતાઈમાં નોંધપાત્ર 19% વધારો કરે છે. મજબૂત સસ્પેન્શન દ્વારા પૂરક, આ ટ્રક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા માટે એક નવા ધોરણ સેટ કરે છે.

સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ માટેની એક્સ-શોરૂમ કિંમતો નીચે મુજબ છેઃ

વેરિઅન્ટએક્સ-શોરૂમ દિલ્હી
ડીઝલરૂ. 6,61,714
સીએનજી ડ્યુઓરૂ. 6,93,718

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)