કાર્લાઇલ અને એડવન્ટ ઇન્ટરનેશનલને રૂ. 8887 કરોડના ઇક્વિટી શેર અને વોરન્ટની ફાળવણીને મંજૂરી

મુંબઈ: યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એની બેઠકમાં બે આંતરરાષ્ટ્રીય સ્તરનાં ટોચનાં પ્રાઇવેટ રોકાણકારો – કાર્લાઇલ અને એડવેન્ટ ઇન્ટરનેશનલ સાથે સંલગ્ન ફંડોને પ્રેફરેન્શિયલ ઇશ્યૂ મારફતે કુલ રૂ. 8,887 કરોડ (~US$1.1 અબજ)ના ઇક્વિટી શેર અને ઇક્વિટી શેર વોરન્ટની ફાળવણીને મંજૂરી આપી હતી. આ ઇશ્યૂઅન્સ પછી (ઇક્વિટી શેર વોરન્ટના રૂપાંતરણ પછી) બંને રોકાણકારો બેંકની પોસ્ટ-ઇશ્યૂ પેઇડ અપ શેર મૂડીમાં 9.99 ટકા-9.99 ટકા હિસ્સો ધરાવશે.

હવે એશિયામાં કાર્લાઇલ માટે મેનેજિંગ ડિરેક્ટર અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર લીડ સુનિલ કૌલ અને એડવન્ટ ઇન્ટરનેશનલના મેનેજિંગ પાર્ટનર સુશ્રી શ્વેતા જાલનની યસ બેંકના બોર્ડમાં એડિશનલ ડિરેક્ટર્સ તરીકે નિમણૂક થઈ છે.

આ છેલ્લાં બે દાયકાથી વધારે સમયગાળામાં ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં ખાનગી ધોરણે મૂડીભંડોળ ઊભું કરવાનો બીજો સૌથી મોટો નાણાકીય વ્યવહાર છે. આ મૂડીભંડોળ યસ બેંકના CET1 રેશિયોમાં આશરે 400 બીપીસીનો વધારો કરશે (ઇક્વિટી શેર વોરન્ટના રૂપાંતરણ પછી) અને બેંકના મધ્યમથી લાંબા ગાળાના સતત વૃદ્ધિ લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ થશે. 

યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રશાંત કુમારે કહ્યું કે, મૂડીભંડોળ ઊભી કરવાની પ્રક્રિયા પૂર્ણ થવાથી બેંકની બેલેન્સ શીટ મજબૂત થશે અને સાથે સાથે અમને ડિજિટલ અને ફિઝિકલ એમ બંને માળખામાં અમારી ક્ષમતા અને ડિલિવરી પ્લેટફોર્મ્સ વધારવામાં અમારા રોકાણને વેગ આપવાની સુવિધા આપશે.