અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ વીકલી ધોરણે નિફ્ટી-50એ 0.3 ટકાના ઘટાડા સાથે અવઢવની સ્થિતિ પેદા કરી છે. 21700 કે 22200 પોઇન્ટની સપાટી આ સપ્તાહે નક્કી થશે કે કેમ તે સમય કહેશે. પરંતુ ટેકનિકલ એનાલિસિસ જણાવે છે કે, 21700 તૂટે અને સંળંગ 3 દિવસ નીચે બંધ રહે તો 21400 અને 21700 ઉપર 3 દિવસ બંધ રહે તો 22200 ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી જોઇએ. રિલાયન્સ સિક્યુર્ટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સપોર્ટ 21673- 21564 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 21843- 21914 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવી.

ઇન્ટ્રા- વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, આઇએફસીઆઇ, આરવીએનએલ, પેટીએમ, અલ્ટ્રાટેક, ભારતી એરટેલ, ટીસીએસ, ટાટા પાવર, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, એસબીઆઇ, ઝોમેટો, આઇઓસી.

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45090- 44545, રેઝિસ્ટન્સ 45949- 46263

સેકટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, રિટેલ, ઓટો, સિલેક્ટિવ એનર્જી સ્ટોક્સ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)