અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ બુધવારે નિફ્ટીએ હેવી વોલેટિલિટીના અંતે 21800ની સપાટી ક્રોસ કરીને બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે સેન્ટિમેન્ટ સુધારાનું છે. નિફ્ટી માટે હવે 21623- 21406 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ તરીકે વર્તી શકે. ઉપરમાં 21964- 22088 પોઇન્ટ સુધી સુધરવાના ચાન્સિસ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સની નજરે જણાય છે. 50 દિવસીય એવરેજને ક્રોસ કરીને તમામ ગ્લોબલ નેગેટિવ ન્યૂઝને અવગણીને ભારતીય શેરબજારો સુધારાની મજબૂત ચાલ માટે સજ્જ હોવાનું હાલના તબક્કે જણાય છે. નિફ્ટી સપ્તાહાન્ત સુધીમાં 22100ની સપાટી ક્રોસ કરે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ અહેવાલ આશાવાદ આપે છે.

માર્કેટ લેન્સમાં આજે એવી સ્ક્રીપ્સ જોવા મળી છે કે, જેમાં સતત લોઅર સર્કીટમાં ભાવ રૂ. 213 વાળો સતત તૂટી રૂ. 154 થઇ ગયા બાદ બુધવારે ફરી રૂ. 170ની અપર સર્કીટ વાગી છે. આ સ્ક્રીપ ટેકનો- ફન્ડામેન્ટલી સ્ટ્રોંગ હોવા ઉપરાંત ચોક્કસ વર્ગની લોંગટર્મ માટેની ખરીદી શેરનો ભાવ 2024ના અંત સુધીમાં 20-30 ટકા સુધરી જાય તેવી શક્યતા હોવાનું બજાર પંડિતો જણાવે છે.

સ્ટોક્સ ટૂ વોચઃ રિલાયન્સઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, આઇએફસીઆઇ, આરવીએનએલ, પીઇએલ, ડેલ્ટાકોર્પ, જેકેસિમેન્ટ, ટાટામોટર્સ, ટાટાપાવર, વેસ્ટકોસ્ટ, ભેલ, એક્સિસકેડ, પર્સિસ્ટન્સ, ગેઇલ, એનએમડીસી, મહિન્દ્રા

સેક્ટર્સ ટૂ વોચઃ આઇટી, કન્સ્ટ્રક્શન, સિલેક્ટિવ મેટલ્સ, ફાઇનાન્સિયલ ઓટો

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45123- 44337, રેઝિસ્ટન્સ 44432- 46956

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)