સોમવારે નિફ્ટીએ 17950નું લેવલ જમ્પ કર્યું છે. મજબૂત શરૂઆત સાથે ઇન્ડેક્સે 17981 લેવલ દર્શાવ્યા બાદ અંતે 17936 પોઇન્ટ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે કેશ સેગ્મેન્ટમાં એફપીઆઇ સતત નેટ લેવાલ રહી છે. ટેકનિકલી 4 સપ્તાહની ટોચ નોંધાવ્યા બાદ નિફ્ટી તેની ડિસેન્ડિંગ ચેનલની અપર બેન્ડ ઉપર સળંગ 3 દિવસથી બંધ રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, 17800નું લેવલ નિફ્ટીને મજબૂત બનાવી રહ્યું છે. તે 18000- 18100- 18350ના લેવલ ક્રોસ કરવામાં મદદરૂપ બની શકે છે. તે જોતાં પ્રોફીટ બુકિંગ માટે હમણાં થોડી રાહ જોવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. સપોર્ટ ઝોન હવે સુધરીને 17800- 17750 રહ્યો છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડ રેન્જઃ સપોર્ટ 17890- 17844 પોઇન્ટ રેઝિસ્ટન્સ 17982- 18027

BANK NIFTY TRADING RANGE: સુધારો છતાં નિફ્ટી કરતાં ઓછી આગેકૂચ

બેન્ક નિફ્ટીએ સોમવારે પોઝિટિવ નોટ સાથે સળંગ 3 સેશન્સમાં 40500 પોઇન્ટની સપાટી હાંસલ કરી છે. પરંતુ તે નિફ્ટીને હજી પણ અંડરપરફોર્મ કરી રહ્યો છે. ટેકનિકલી વીકલી તેમજ ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર બેરિશ ડાઇવર્ઝન દર્શાવે છે. નીચામાં 40250 એ બ્રેક લેવલ ગણાશે. આ સપાટી વાયોલેટ થાય તો પ્રોફીટ બુકિંગની શક્યતા જણાય છે. જેમાં બેન્ક નિફ્ટી 40000 પોઇન્ટનું લેવલ જોવા મળી શકે.

ઇન્ટ્રા ટ્રેડીંગ રેન્જઃ સપોર્ટ 40406- 40239, રેઝિસ્ટન્સ 40713- 40853.

NIFTY17936BANK NIFTY40574IN FOCUS
S-117890S-140406KALPTARU POWER
S-217844S-240239RAMCOCEM
R-117982R-140713TORNTPHARM
R-218027R-240853MFSL
Market lens by Reliance Securities