અમદાવાદ, 29 મેઃ નિફ્ટીએ સતત અસ્થિરતા વચ્ચે છેલ્લા કલાકમાં મોમેન્ટમ ગુમાવી દીધી અને સતત ત્રીજા સત્રમાં ઘટાડાની ચાલ જાળવી રાખી. ઇન્ડેક્સ 23,000ને વટાવી શક્યો નહીં અને 22,900ની નીચે જ બંધ થયો. બજારે નફો બુક કરવાનું પસંદ કર્યું અને નિષ્ણાતો માને છે કે ચાર્ટ રચનાઓ પણ તેજીની મજબૂતાઈના થાકને દર્શાવે છે. લેવલના મોરચે, 23,000 ઇન્ડેક્સ માટે નિર્ણાયક રેઝિસ્ટન્સ બનવાની ધારણા છે કારણ કે તેને 23,100-23,200 તરફની રેલી માટે આ સ્તરની ઉપર મજબૂત બંધ આપવાની જરૂર છે. ત્યાં સુધી, 22,800 અને પછી 22,600 સ્તરે તાત્કાલિક સપોર્ટ સાથે કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે.

મંગળવારે નિફ્ટી 50 44 પોઈન્ટ ઘટીને 22,888 પર પહોંચ્યો હતો અને દૈનિક ચાર્ટ પર નીચા હાઈ-લોઅર લો ફોર્મેશન સાથે બેરીશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી હતી. દરમિયાન, બેન્ક નિફ્ટીમાં છેલ્લાં સળંગ ચાર સત્રોમાં પ્રથમ વખત કરેક્શન જોવા મળ્યું હતું, પ્રોફિટ બુકિંગ પર 140 પોઈન્ટ ઘટીને 49,142 બંધ રહ્યો હતો. ઇન્ડેક્સમાં મંદીની કૅન્ડલસ્ટિક પેટર્ન જોવા મળી હતી, પરંતુ નિષ્ણાતો એકંદરે માને છે કે વલણ બુલ્સની તરફેણમાં રહે છે અને મંગળવારના પ્રોફીટબુકિંગના કારણે ચિંતા ન કરવી જોઈએ.

નિફ્ટી 50 માટે લેવલ્સઃ રેઝિસ્ટન્સ: 22969- 23002- 23055 અને સપોર્ટ લેવલ્સઃ22862- 22829- 22775

બેંક નિફ્ટી માટેના લેવલ્સઃ રેઝિસ્ટન્સ: 49411- 49521-49700 અને સપોર્ટ લેવલ્સઃ 49054- 48943- 48765

સ્ટોક્સ ટૂ વોચઃ ITDCEM, NALCO, NBCC, OILINDIA, TEMKEN, BRIGADE, IRFC, HAL, NHPC, SAIL, RVNL, MAZDOCK

સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, મેટલ્સ, ઓઇલ, આઇટી, ઓટો, ટેકનિકલ, પીએસયુ.

રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 22832- 22775 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22972- 23055 પોઇન્ટ્સ ધ્યાનમાં રાખીને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથેની ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવી

F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક્સ

ઉમેરાયેલ સ્ટોક્સ: આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, જળવાયેલા સ્ટોક્સઃ બાયોકોન, હિન્દુસ્તાન કોપર, વોડાફોન આઈડિયા અને પિરામલ એન્ટરપ્રાઈઝીસ અને પ્રતિબંધમાંથી દૂર કરાયેલા સ્ટોક્સ: GNFC.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)