અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ સેન્સેક્સે 796 પોઇન્ટના કરેક્શન સાથે 66800 પોઇન્ટ અને નિફ્ટીએ 231 પોઇન્ટના ઘટાડા સાથે 19901 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. બુધવારે ગેપડાઉન ઓપનિંગ સાથે નિફ્ટીએ એકવાર 20000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી પરંતુ જાળવવામાં નિષ્ફળ ગયો હતો. સતત બીજા દિવસે લોઅર લો કેન્ડલની રચના સાથે 19900 પોઇન્ટના સપોર્ટ લેવલની નજીક બંધ રહ્યો છે. નિફ્ટી માટે બીજું અતિ મહત્વનું સપોર્ટ લેવલ 19800 પોઇન્ટ હોવાનું સ્ટોક્સબોક્સ  જણાવે છે. જો તેની નીચે જાય તો નિફ્ટી 19650- 19500 પોઇન્ટ સુધી ઘટવાની સંભાવના નકારી શકાય નહિં. બેન્ક નિફ્ટી પણ સતત બીજા દિવસે નીચી સપાટીએ બંધ રહેવા સાથે તેનું મહત્વનું સપોર્ટ લેવલ 45100 પોઇન્ટ ગણીને ચાલવું અને સ્ટોપલોસ હાથવગો રાખવાની સલાહ સ્ટોક્સબોક્સે આપી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)