મંગળવારે માર્કેટે ગેપ-અપ ઓપનિંગ સાથે જ સુધારાની આગેકૂચનો સંકેત આપી દીધો હતો. નિફ્ટીએ 18088 પોઇન્ટની શુભ શરૂઆત સાથે છેલ્લે 134 પોઇન્ટના સુધારા સાથે 18070 પોઇન્ટે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે વિવિધ સેક્ટોરલ્સમાં ટોન મિક્સ રહ્યો છે. તેનો ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડ જાળવી રાખવા સાથે નિફ્ટી 5 માસની ટોચે 18088 પોઇન્ટના લેવલે પહોંચ્યો હતો. સળંગ ચોથા દિવસે પણ ડિસેન્ડિંગ ચેનલ બ્રેકઆઉટ સાથે ઇન્ડેક્સે તેની જૂની 18115 પોઇન્ટની સપાટી સુધી સફર હાંસલ કરી લીધી છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, શોર્ટટર્મ ટાઇમલાઇન ચાર્ટ પર ઓવરબોટ પોઝિશન રચાઇ રહી છે. જેમાં નેગેટિવ ક્રોસઓવરની શક્યતા જણાય છે. જો નિફ્ટી આજે પણ 18000 પોઇન્ટ ઉપર બંધ જાળવી રાખે તો તમે પણ હોલ્ડિંગ જાળવી રાખી શકો છો. અન્યથા નીચામાં 17800- 17750નો ઝોન સપોર્ટ ઝોન ગણાવી શકાય. ઉપરમાં નિફ્ટી 18350 પોઇન્ટ સુધી સુધરવાની શક્યતા જણાય છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ રેન્જઃ સપોર્ટ 18028- 17985, રેઝિસ્ટન્સ 18100- 18131

NIFTY18070BANK NIFTY40873IN FOCUS
S-118028S-140743GPIL
S-21798540613COLPAL. 
R-118100R-140954SUNTV
R-218131R-241034DALBHARAT
Market lens by Reliance Securities

BANK NIFTY: SUPPORT 40743- 40613, RESISTANCE 40954- 41034

બેન્ક નિફ્ટીએ 40800નું લેવલ ક્રોસ કરવા સાથે છેલ્લે 299 પોઇન્ટના સુધારા સાથે 40873નું લેવલ દર્શાવ્યું છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે સળંગ ચોથા દિવસે પણ બેન્ક નિફ્ટીએ પોઝિટિવ ટ્રેન્ડ નોંધાવ્યો છે. વીકલી તેમજ ડેઇલી ટાઇમલાઇન ચાર્ટ ઉપર 40700 પોઇન્ટની સપાટી જળવાઇ રહેવા સાથે 41000 પોઇન્ટ તરફની સફર શરૂ થઇ છે. જેમાં SUPPORT 40743- 40613, RESISTANCE 40954- 41034 લેવલ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)