નિફ્ટી-50 17650 પોઇન્ટની સપાટી ક્રોસ કર્યા પછી પાછો પડ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ રિવર્સ્ડ ટ્રેન્ડ દર્શાવે છે. પોઝિટિવ ક્રોસઓવર જ્યારે નિયર-ટર્મ ઇન્ડેકટર્સ પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવે છે. કેશ સેગ્મેન્ટમાં એફપીઆઇની એકધારી વેચવાલી સળંગ ત્રીજા દિવસે પણ જારી રહી છે. તે પણ સેન્ટિમેન્ટ માટે નેગેટિવ ફેક્ટર ગણાવી શકાય. નિફ્ટી પ્રત્યેક ઉછાળે હર્ડલનો સામનો કરી રહ્યો છે. નીચામાં 17500 પોઇન્ટનો સપોર્ટ અને ઉપરમાં 17800 પોઇન્ટનો રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખીને રોકાણકારો ટ્રેડર્સે ટ્રેડ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડ સ્ટ્રેટેજીઃ નિફ્ટી સપોર્ટ17576- 17487, રેઝિસ્ટન્સ 17719- 17773.

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 39520- 39235, રેઝિસ્ટન્સ 39978- 40151.

સોમવારે બેન્ક નિફ્ટીએ સેશનની શરૂઆત સ્ટ્રોંગ નોટ સાથે કરવા સાથે 39800ની સપાટી ક્રોસ કરી હતી. પરંતુ છેવટે 385ના ગેઇન સાથે 39806ની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. 10 માસની ટોચ આસપાસ ચાલી રહેલો બેન્ક નિફ્ટી તેના બેન્ચમાર્કને આઉટ પરફોર્મ કરી રહ્યો છે. પીએસયુ બેન્ક્સ પણ ફોર્મમાં ચાલી રહી છે. સતત સુધારાની ચાલમાં બેન્ક નિફ્ટી 40750 પોઇન્ટની સપાટી સુધી સુધરવાની શક્યતા જોવાય છે. નીચામાં 39600- 39400 મહત્વના સપોર્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY17666BANK NIFTY39806 INFOCUS
S-117576S-139520BLUESTAR
S-217487S-239235BAJAJAUTO
R-117719R-139978IEX
R-217773R-240151INDUSINDBK
MARKET OUTLOOK BY RELIANCE

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)