બુધવાર, 10 મે, 2023: MSME ધિરાણમાં વિશેષતા ધરાવતી MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલ) (BSE: 540749, NSE: MASFIN)એ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 201 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ 18 ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ ગાળા દરમિયાન વિતરણ રૂ. 2491.72 કરોડ હતું, જે અગાઉ સમાન ગાળા દરમિયાન રૂ. 1962.33 કરોડ હતું. સમગ્ર વર્ષ માટે એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 8092.56 કરોડ અને કરવેરાની ચુકવણી પછીનો નફો (પીએટી) રૂ. 200.96 કરોડ ધરાવતી હતી, જે 31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે અનુક્રમે રૂ. 6246.80 કરોડ અને રૂ. 157.55 કરોડ હતો. 31 ડિસેમ્બર, 2022ના રોજ એયુએમ રૂ. 7606.04 કરોડ હતી.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે (રૂ. કરોડમાં)

વિગતQ4- 2022-23Q4 2021-22વૃદ્ધિ (ટકા)વર્ષ 22-23વર્ષ 21-22વૃદ્ધિ (ટકા)
AUM8092.566246.8029.55%8092.566246.8029.55%
કુલ આવક270.25183.6847.13% 949.09657.0844.44%
કરવેરા પૂર્વે નફો70.41    59.9917.37% 264.70211.3025.27%
કરવેરા બાદ નફો55.55   45.0023.44% 200.96157.5527.55%

MAS ફાઇનાન્શિયલના સ્થાપક, સીએમડી કમલેશ ગાંધીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે 25%+ની ઊંચી વૃદ્ધિ તમામ વિવિધ ચક્રોમાં 20થી 25 ટકા વચ્ચે સતત લાંબા ગાળાની વૃદ્ધિ દર્શાવવા અમારી કટિબદ્ધતાની પુષ્ટિ સમાન છે, જે અમે અઢી દાયકાથી જાળવી રાખી છે.

ડિવિડન્ડ: શેરધારકોને લાભ આપવાની અમારી નીતિને સુસંગત રીતે બોર્ડે શેરદીઠ રૂ. 1.85 એટલે કે 18.50 ટકા અંતિમ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે.