લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિવિધ ફંડ હાઉસ તેમજ ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સની ભલામણ ધરાવતો શેર

અમદાવાદ, 11 મેઃ સીરકા પેઇન્ટ (sirca paints india ltd. Bse code: SIRCA | 543686 | INE792Z01011) એ માર્ચ માસમાં રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં એક શેરદીઠ એક શેર બોનસની જાહેરાત કરી હતી. આજે એક્સ બોનસ થયા બાદ કંપનીનો શેર ઇન્ટ્રા-ડે 345 થઇ છેલ્લે રૂ. 29.65 (9.63 ટકા)ના ઉછાળા સાથે રૂ. 337.60ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીએ બીએસઇને જણાવ્યા અનુસાર ડિવિડન્ડની વિચારણા માટે કંપનીની બોર્ડ મિટિંગ તા.16 મેના રોજ મળી રહી છે. તે જોતાં એવું કહી શકાય કે, બોનસ શેર્સ ઉપર પણ શેરધારકો ડિવિડન્ડ મેળવવા પાત્ર રહેશે.

Thursday close337.60
Risers. 29.65
Rise9.63%
Previous Close307.95
Open309.00
High345.00
Low309.00
52 Wk High400.00
52 Wk Low287.83

શેરહોલ્ડિંગ પેટર્નઃ 67.55 ટકા શેર્સ પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રૂપ પાસે છે. પબ્લિક હોલ્ડિંગ 32.45 ટકા છે. તેમાંથી 8 ટકા આસપાસ હોલ્ડિંગ વિદેશી સહયોગીઓ અને રોકાણકારો પાસે છે. તે રીતે જોઇએ તો માર્કેટમાં ફ્લોટિંગ સ્ટોક ઓછો છે.

પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રૂપ67.55 ટકા
પબ્લિક32.45 ટકા
Mutaual funds3.88
Foreign direct investment3.83
Sirca spa3.83
Fpi category10.89
Fpi catagory10.83

હરીફ કંપનીઓ સામે સીરકા પેઇન્ટનો દેખાવઃ એટ એ ગ્લાન્સ

 SIRCAASIANPAINTSHALPAINTSKAMOPAINTS
LTP337.603,138.60145.45243.35
Change %9.633.220.451.57
52 W H/L400.00/287.833,590.00/2,560.25184.40/115.15255.30/125.60
Results (in Cr.) View in (Million)Dec – 22Dec – 22Dec – 22Dec – 22
Sales65.227,521.82129.072.86
PAT10.531,085.88-6.22-0.30
Equity27.4095.9214.4413.47
Face Value10.001.002.005.00