મુંબઈ, 30 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 21 થી 27 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 70,02,305 સોદાઓમાં કુલ રૂ.7,67,374.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,16,638.93 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6,50,606.81 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,65,021 સોદાઓમાં રૂ.80,891.18 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.72,677ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,867 અને નીચામાં રૂ.70,870 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,014ના ભાવઘાડા સાથે રૂ.71,572ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.621 ઘટી રૂ.57,985 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.71 ઘટી રૂ.7,049ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.955 ઘટી રૂ.71,303ના સ્તરે પહોંચ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.128 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.91,252ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.91,680 અને નીચામાં રૂ.86,156 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4,617ના ભાવઘટાડા સાથે રૂ.87,048 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.4,223 ઘટી રૂ.87,070 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.4,189 ઘટી રૂ.87,105 બંધ થયો હતો.

નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલા,  બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,09,270 સોદાઓમાં રૂ.15,061.16 કરોડના વેપાર થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.858.65ના ભાવે ખૂલી, રૂ.14.50 ઘટી રૂ.847.40 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.4.60 ઘટી રૂ.227.85 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.7.50 વધી રૂ.196ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.14.30 વધી રૂ.276ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.5.05 ઘટી રૂ.228.60 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.7.80 વધી રૂ.196.95 જસત-મિની જૂન વાયદો રૂ.10.30 વધી રૂ.272.55 બંધ થયો હતો.

ક્રૂડ તેલમાં રૂ.5નો મામૂલી સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 5,71,336 સોદાઓમાં રૂ.20,602.55 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,795ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,846 અને નીચામાં રૂ.6,700 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.5ના સુધારા સાથે રૂ.6,804 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.6 વધી રૂ.6,805 બંધ થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.238ના ભાવે ખૂલી, રૂ.12.30 ઘટી રૂ.226.80 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 12.2 ઘટી 226.9 બંધ થયો હતો.

કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.750નો ઉછાળો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.84.04 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.57,500ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,650 અને નીચામાં રૂ.57,500 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.750 વધી રૂ.58,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 ઘટી રૂ.904.90 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,16,639 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.6,50,606 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.31,679.68 કરોડનાં 44,217.435 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.49,211.50 કરોડનાં 5,484.676 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.4,959.72 કરોડનાં 73,12,190 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.15,642.83 કરોડનાં 66,68,60,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,534.03 કરોડનાં 66,628 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.412.02 કરોડનાં 21,841 ટન તાંબાના વાયદાઓમાં રૂ.9,513.26 કરોડનાં 1,12,445 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,601.85 કરોડનાં 1,38,076 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.40.19 કરોડનાં 6,864 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.43.85 કરોડનાં 479.16 ટનનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)