MCX: સોનાનો વાયદો રૂ.116, ચાંદીનો વાયદો રૂ.421 વધ્યો
ક્રૂડ તેલ-મિની વાયદામાં કામકાજના પ્રથમ દિવસે 37,330 બેરલનું નોંધપાત્ર વોલ્યુમ
મુંબઈ, 3 ફેબ્રુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શુક્રવારથી નવા શરૂ થયેલા ક્રૂડ તેલ-મિની વાયદામાં પ્રથમ સત્રમાં 3,065 સોદાઓમાં રૂ.24.07 કરોડનાં 37,330 બેરલનાં કામકાજ થયાં હતાં અને ઓપન ઈન્ટરેસ્ટ 10,960 બેરલના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.6,454 ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.5 ઘટી રૂ.6,441ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,899ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,899 અને નીચામાં રૂ.55,746 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.116 વધી રૂ.55,855ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.83 વધી રૂ.44,564 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,507ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,999ના ભાવે ખૂલી, રૂ.52 ઘટી રૂ.55,863ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,715ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,858 અને નીચામાં રૂ.63,591 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.421 વધી રૂ.63,677 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.505 વધી રૂ.64,809 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.495 વધી રૂ.64,819 બોલાઈ રહ્યો હતો. સોના-ચાંદીમાં એમસીએક્સ પર 47,628 સોદાઓમાં કુલ રૂ.3,100.19 કરોડનાં કામકાજ થયાં હતાં.
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,02,418 સોદાઓમાં કુલ રૂ.15,360.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6048.24 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9300.09 કરોડનો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.65 વધી રૂ.210.35 અને જસત માર્ચ વાયદો રૂ.2.85 વધી રૂ.272ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.3.05 વધી રૂ.766.15 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.184ના ભાવ થયા હતા. 11,347 સોદાઓમાં રૂ.1,386.09 કરોડના વેપાર થયા હતા.
કોટન-ખાંડીમાં રૂ.20નો સુધારોઃ મેન્થા તેલ ઢીલુ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,426ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,442 અને નીચામાં રૂ.6,386 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.34 ઘટી રૂ.6,403 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4 વધી રૂ.231.40 બોલાઈ રહ્યો હતો. 32,058 સોદાઓમાં કુલ રૂ.1,557.51 કરોડનો ધંધો થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,460ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,520 અને નીચામાં રૂ.63,460 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 વધી રૂ.63,480ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.10 ઘટી રૂ.1037.90 થયો હતો. 77 સોદાઓમાં રૂ.4.45 કરોડનાં કામકાજ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,581.74 કરોડનાં 2,831.840 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,518.45 કરોડનાં 234.949 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.672.16 કરોડનાં 10,48,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.861 કરોડનાં 37083750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના વાયદાઓમાં રૂ.1.22 કરોડનાં 192 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.3.23 કરોડનાં 30.96 ટનના વેપાર થયા હતા.