સેન્સેક્સની 4 માસની મન્થલી ટોપ- બોટમ એટ એ ગ્લાન્સ

MonthOpenHighLowClose
Dec 2263,357.9963,583.0759,754.1060,840.74
Jan 2360,871.2461,343.9658,699.2059,549.90
Feb 2360,001.1761,682.2558,795.9758,962.12
Mar 2359,136.4859,967.0458,866.2659,808.97

સેન્સેક્સે તા. 1 ડિસેમ્બરના રોજ 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી ત્યારે સમગ્ર માર્કેટમાં ફુલગુલાબી તેજીનો માહોલ સર્જાયો હતો. શેરબજાર સાથે સંકળાયેલા મોટાભાગના લોકો એવું માનતા હતા કે સેન્સેક્સ માર્ચ-23 સુધીમાં 75000 થઇ જવો જોઇએ. પરંતુ જો અને તો ની લટકતી તલવાર નીચે સેન્સેક્સે 58700 પોઇન્ટની 2023ની બોટમ બનાવી ત્યારે હવે લોકો એવી ધારણા બાંધીને બેઠાં છે કે સેન્સેક્સ નીચામાં 54700 પોઇન્ટ સુધી જઇ શકે. 63583 પોઇન્ટ વખતની પહેલી ધારણા ખોટી પડી તેવી જ રીતે તા. 30 જાન્યુઆરીની 2023ની 58700 પોઇન્ટની બોટમ પછીની બીજી ધારણા પણ ખોટી પડે તેવી આશા રાખીએ….

સેન્સેક્સે શુક્રવારે 59808.97ની સપાટીએ બંધ આપ્યું છે જે ટેકનિકલી  200 દિવસીય એવરેજ 58226થી ઉપર છે. સેન્સેક્સે  જાન્યુઆરીનો તા. 3 તારીખનો 61343 પોઇન્ટનો હાઇ ફેબ્રુઆરીમાં વટાવી તા. 16 ફેબ્રુઆરીના રોજ 61682 સુધીનું 2023નું અત્યાર સુધીનું ટોપ લેવલ નોંધાવ્યું હતું. જોકે, જાન્યુઆરીનો લો 58699 અને 58348ના સ્તરે રહેલી માસિક સપોર્ટ લાઇન તૂટ્યા નથી. સંગીન સુધારાની આગેકૂચ માટે સેન્સેક્સે 61682 પોઇન્ટનો તા. 16 ફેબ્રુઆરીનો મન્થલી હાઇ વટાવવો જરૂરી રહેશે.

નિફ્ટીઃ શુક્રવારે 17594.35 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જાન્યુઆરી હાઇ 18251.95 (03-01-23), હિન્ડનબર્ગ રિપોર્ટ જાહેર થયાની તા.24-01-23 તે દિવસનો હાઇ 18201.25 અને જાન્યુઆરી 2023નો લો 17405.55 (30-01-23). ફેબ્રુઆરીમાં બજેટ ડેનો લો 17353.40, માસિક લો 17255.20 અને હાઇ 18134.75(16-02-23). મતલબ કે જાન્યુઆરીનો હાઇ કે હિન્ડનબર્ગ હાઇ ક્રોસ નથી થયા. તેથી 17308વાળી 200 દિવસીય એવરેજ તોડી 16900-17000ની રેન્જમાં તો આવી જાય એવું ચિત્ર બન્યું છે. જોકે 17700 ક્રોસ કરે તો તેજીનો વેપાર કરવો, 17400ના સ્ટોપલોસે તેજી કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

બેન્ક નિફ્ટી: શુક્રવારે 41251.35 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ડિસેમ્બરનો 44151.80 પોઇન્ટનો હાઇ, જાન્યુઆરીનો 43578.40 પોઇન્ટનો હાઇ અને ફેબ્રુઆરીનો 42015.65 પોઇન્ટનો હાઇ આ આંકની તેજીને અવરોધે એવી સંભાવના છે. 39102 આસપાસ રહેલ 200 દિવસીય એવરેજ તોડે તો 30-09-22ના 37386.35ની નીચી સપાટીને ટેસ્ટ કરવા આવે એવી શક્યતા હજૂ પણ જણાય છે.         

ક્રૂડ- ડોલર અને બુલિયન માટે આગામી ચાલનો તાલ જાણો

Mcx Tips

ડૉલરઃ 20-10-22ના 83.27ના હાઇને વટાવશે તો 3-4 રૂ. વધવાની શક્યતા જણાય છે.

બ્રેન્ટ ક્રૂડઃ 75-80 વચ્ચે રમતું બ્રેન્ટ 80 વટાવી 84.31 થયું છે, 87 થતાં વાર નહીં લાગે. ડૉલર ઇન્ડેક્સ 105-6 વટાવે એટલે 112-13 થવા થનગનશે.

સોનુઃ રૂ. 55000 મહત્વની ટેકાની સપાટી તોડે એવું લાગતું નથી.

ચાંદીઃ રૂ.62000ની સપાટી આસપાસ સપોર્ટ મળવાની સંભાવના છે.

સ્ટોક્સ ટૂ વોચ ફોર શોર્ટ- મિડિયમ ટર્મ

સિગ્નીટી ટેકનોલોજીસઃ સેબી રજીસ્ટર્ડ સલાહકારની સલાહ લઇ મિડિયમ ટર્મ માટે નિર્ણય લેનારને રૂ. 732વાળો શેર રૂ. 1000 પ્લસ થવાની શક્યતા આપી શકે છે.

ઇક્વીટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્કઃ  રૂ.75માં મળે છે. પ્રમોટર્સનું હોલ્ડીંગ 74.48 ટકા છે. ટેકનો- ફન્ડામેન્ટલ્સ ચેક કરી લાંબાગાળા માટે સ્મોલ ક્વોન્ટિટીમાં રોકાણ કરી શકાય.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)