મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 ડિસેમ્બરથી 5 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 40,59,467 સોદાઓમાં કુલ રૂ.2,98,489.07 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,13,340.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,84,675.15 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.54,975ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,010 અને નીચામાં રૂ.54,860ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.319 વધી રૂ.55,290ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.427 વધી રૂ.44,183 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.38 વધી રૂ.5,474ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.54,634ના ભાવે ખૂલી, રૂ.914 વધી રૂ.55,556ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.69,604ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,120 અને નીચામાં રૂ.67,830ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1689 ઘટી રૂ.68,078ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1530 ઘટી રૂ.68,160 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,509 ઘટી રૂ.68,164 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.8.35 ઘટી રૂ.202.15 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.1.35 વધી રૂ.270ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.721.70 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.189ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,503ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,760 અને નીચામાં રૂ.6,019ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.325ના કડાકા સાથે રૂ.6,148 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.65.90 ઘટી રૂ.310 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24 વધી રૂ.1042.90 થયો હતો. સપ્તાહ દરમિયાન 1,340 સોદાઓમાં રૂ.69.22 કરોડનાં કામકાજ થયા હતા.