મુંબઈ,30 સેપ્ટેમ્બર 2024: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.52687.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11500.19 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41185.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18801 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1033.73 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7601.91 કરોડનાં કામકાજ

એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75374ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75649 અને નીચામાં રૂ.74840ના સ્તરને સ્પર્શી, રૂ.74858ના આગલા બંધ સામે રૂ.30 વધી રૂ.74888ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.223 ઘટી રૂ.61000ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.29 વધી રૂ.7450ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.142 ઘટી રૂ.74736ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.91519ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92156 અને નીચામાં રૂ.90394ના સ્તરને સ્પર્શી, રૂ.91398ના આગલા બંધ સામે રૂ.784 ઘટી રૂ.90614ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.731 ઘટી રૂ.90591ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.762 ઘટી રૂ.90555ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1923.59 કરોડનાં કામકાજ

કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.2.15 વધી રૂ.851.5ના ભાવે બોલાયો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.1.95 ઘટી રૂ.281.5ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.2.75 ઘટી રૂ.234.5ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો 20 પૈસા ઘટી રૂ.184.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2012.79 કરોડનાં કામકાજ ,ક્રૂડ તેલમાં રૂ.20ની વૃદ્ધિ

એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5760ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5824 અને નીચામાં રૂ.5702ના સ્તરને સ્પર્શી, રૂ.5694ના આગલા બંધ સામે રૂ.20 વધી રૂ.5714ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.19 વધી રૂ.5720ના સ્તરે પહોંચ્યો હતો.નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.1.6 વધી રૂ.245.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.1.5 વધી રૂ.245.7ના ભાવે બોલાયો હતો.

કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 4.35 કરોડનાં કામ અને મેન્થા તેલ રૂ.8.9 વધ્યો

કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.925ના ભાવે ખૂલી, રૂ.8.9 વધી રૂ.925ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.170 વધી રૂ.58250ના ભાવ થયા હતા. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 854.19 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1158.60 કરોડનાં કામ મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.75 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 4.35 કરોડનાં કામ થયાં હતાં.

કોમોડિટી વાયદાઓમાં રૂ.11500.19 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41185.91 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3729.58 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3872.33 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1141.95 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 259.89 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 66.00 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 455.74 કરોડનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)