મુંબઈ, 3 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.62,080ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,979 અને નીચામાં રૂ.62,041ના મથાળે અથડાઈ, અંતે રૂ.1,701ના ઉછાળા સાથે રૂ.63,665ના ભાવે પહોંચ્યો હતો.

આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.310 વધી રૂ.50,423 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.51 વધી રૂ.6,157ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,043 વધી રૂ.63,079ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.71,854ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,705 અને નીચામાં રૂ.71,000ના મથાળે અથડાઈ, અંતે રૂ.445ના ઉછાળા સાથે રૂ.72,218ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.401 વધી રૂ.72,243 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.395 વધી રૂ.72,256 બંધ થયો હતો.

મેટલ વાયદામાં વૃદ્ધિ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.727.95ના ભાવે ખૂલી, રૂ.2.75 ઘટી રૂ.726.75 જ્યારે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.202.50 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.7.20 ઘટી રૂ.221ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 ઘટી રૂ.202.90 સીસુ-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.182.25 જસત-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.7.05 ઘટી રૂ.220.95 બંધ થયો હતો.

ક્રૂડ વાયદો ઘટ્યો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,448ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,529 અને નીચામાં રૂ.6,162 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.175 ઘટી રૂ.6,206 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.172 ઘટી રૂ.6,205 બંધ થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.182ના ભાવે ખૂલી, રૂ.11.20 ઘટી રૂ.171.30 અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 11.3 ઘટી 171.6 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.57,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,980 અને નીચામાં રૂ.56,940 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.160 ઘટી રૂ.57,840ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.927.50 બોલાયો હતો.