મુંબઈ, 2 સપ્ટેમ્બર: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.66509.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8934.62 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57574.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 17864 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1147.63 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5537.20 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71512ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.71800 અને નીચામાં રૂ.71426ના મથાળે અથડાઈ, રૂ.71611ના આગલા બંધ સામે રૂ.69 વધી રૂ.71680ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.57920ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.7045ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.105 વધી રૂ.71300ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.82345ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.82893 અને નીચામાં રૂ.82191ના સ્તરને સ્પર્શી, રૂ.83285ના આગલા બંધ સામે રૂ.392 ઘટી રૂ.82893ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.428 ઘટી રૂ.84885ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.444 ઘટી રૂ.84885ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1509.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.6.3 ઘટી રૂ.799.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.4.2 ઘટી રૂ.264.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.2.75 ઘટી રૂ.222.6ના ભાવ થયા હતા. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો 60 પૈસા ઘટી રૂ.185.2ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1908.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6152ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6218 અને નીચામાં રૂ.6132ના મથાળે અથડાઈ, રૂ.6203ના આગલા બંધ સામે રૂ.22 ઘટી રૂ.6181ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.23 ઘટી રૂ.6184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.4.9 વધી રૂ.183.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.4.8 વધી રૂ.183.9ના ભાવ થયા હતા.

કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.982ના ભાવે ખૂલી, 90 પૈસા ઘટી રૂ.977.4ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.900 વધી રૂ.58900ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2463.28 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3073.92 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 942.59 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 149.39 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 33.42 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 384.17 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 763.93 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1144.97 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.15 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 3.56 કરોડનાં કામ થયાં હતાં