મુંબઈઃ MCX ખાતે 14 માર્ચથી નવા શરૂ થયેલા નેચરલ ગેસ-મિનીના વાયદાઓને કામકાજના પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો અને પ્રથમ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં 1,146 સોદાઓમાં રૂ.7.49 કરોડનાં 3,25,750 MMBTUનાં કામકાજ સાથે 58,500 MMBTUનો ઓપન ઈન્ટરેસ્ટ રહ્યો હતો. નેચરલ ગેસ-મિનીનો એપ્રિલ વાયદો MMBTUદીઠ 40 પૈસા સુધરી રૂ.227.30 અને મે વાયદો રૂ.3.70 વધી રૂ.248.30ના સ્તરે રહ્યા હતા.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.57,483ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,738 અને નીચામાં રૂ.57,355 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.137 ઘટી રૂ.57,505ના ભાવે પહોંચ્યો હતો. આ સામે GOLD GINI માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.45,516 અને GOLD- PETAL માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.5,645ના ભાવે પહોંચ્યો હતો. GOLD MINI એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.57,001ના ભાવે ખૂલી, રૂ.105 ઘટી રૂ.57,434ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,411ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,125 અને નીચામાં રૂ.66,001 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 176 ઘટી રૂ.66,476 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 108 ઘટી રૂ.66,573 અને SILVER MICRO એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.122 ઘટી રૂ.66,584 બોલાઈ રહ્યો હતો. સોના-ચાંદીમાં MCX પર 116,361 સોદાઓમાં કુલ રૂ.6,532.98 કરોડનાં કામકાજ થયાં હતાં.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 436,835 સોદાઓમાં કુલ રૂ.34,556.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10186.92 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 24332.25 કરોડનો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 ઘટી રૂ.206.00 અને જસત માર્ચ વાયદો રૂ.0.45 ઘટી રૂ.262ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.759.85 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.182ના ભાવ થયા હતા. 10,479 સોદાઓમાં રૂ.1,468.30 કરોડના વેપાર થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,095ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,130 અને નીચામાં રૂ.6,010 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.122 ઘટી રૂ.6,045 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 MMBTUદીઠ રૂ.5.10 વધી રૂ.215.50 બોલાઈ રહ્યો હતો. MCX પર 46,332 સોદાઓમાં કુલ રૂ.2,167.63 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.60,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,900 અને નીચામાં રૂ.60,420 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 વધી રૂ.61,700ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.22.30 ઘટી રૂ.1012.80 થયો હતો. MCX ખાતે 240 સોદાઓમાં રૂ.18.01 કરોડનાં કામકાજ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,955.93 કરોડનાં 5,131.801 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,577.05 કરોડનાં 536.871 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,179.32 કરોડનાં 1,941,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.927 કરોડનાં 4,23,82,500 MMBTUનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના વાયદાઓમાં રૂ.9.73 કરોડનાં 1584 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.8.28 કરોડનાં 80.64 ટનના વેપાર થયા હતા.