MCX weekly review: સોનાના વાયદામાં રૂ.536, ચાંદીમાં રૂ.1544ની નરમાઈ
મુંબઈ, તા. 17 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 9,42,062 સોદાઓમાં રૂ.60,385.96 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,934ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,116 અને નીચામાં રૂ.58,661 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.536 ઘટી રૂ.59,355ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.327 ઘટી રૂ.47,881 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.58 ઘટી રૂ.5,926ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.560 ઘટી રૂ.59,249ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.73,860ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.74,324 અને નીચામાં રૂ.70,715 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,544 ઘટી રૂ.72,126 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,446 ઘટી રૂ.72,136 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,471 ઘટી રૂ.72,131 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.274 કરોડનાં કામકાજ
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 9થી 15 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 76,08,345 સોદાઓમાં કુલ રૂ.6,13,608.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,12,972.80 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.500361.72 કરોડનો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX ખાતે તાંબુ જૂન વાયદો રૂ.724.70ના ભાવે ખૂલી, રૂ.10.25 વધી રૂ.735.25 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.204.55 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.65 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.6.50 વધી રૂ.222ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.204.80 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.55 વધી રૂ.184.35 જસત-મિની જૂન વાયદો રૂ.6.50 વધી રૂ.222.25 બંધ થયો હતો. 1,04,983 સોદાઓમાં રૂ.12,041.04 કરોડના વેપાર થયા હતા.
ક્રૂડ તેલનો વાયદો રૂ.107 લપસ્યો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,863ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,926 અને નીચામાં રૂ.5,524 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.107 ઘટી રૂ.5,796 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.106 ઘટી રૂ.5,795 બંધ થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.192ના ભાવે ખૂલી, રૂ.16.40 વધી રૂ.209.30 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 16.4 વધી 209.4 બંધ થયો હતો. 10,31,645 સોદાઓમાં રૂ.40,441.38 કરોડનો ધંધો થયો હતો.
કોટન–ખાંડી વાયદામાં રૂ.1,860નો કડાકો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન MCX ખાતે કોટન ખાંડી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.59,040ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,200 અને નીચામાં રૂ.56,940 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,860 ઘટી રૂ.57,380ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.18.70 વધી રૂ.931.90 બોલાયો હતો. રૂ.104.42 કરોડનાં કામકાજ થયા હતા.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,12,973 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.5,00,361 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.23,423.35 કરોડનાં 39,422.359 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.36,962.61 કરોડનાં 5,080.134 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.18,963.15 કરોડનાં 3,31,77,730 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.21,478.23 કરોડનાં 1,10,56,71,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.887.74 કરોડનાં 43,371 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.265.87 કરોડનાં 14,505 ટન તાંબાના વાયદાઓમાં રૂ.7,250.04 કરોડનાં 99,640 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,637.39 કરોડનાં 1,67,462 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.64.62 કરોડનાં 11,088 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.39.80 કરોડનાં 431.28 ટનનાં કામકાજ થયાં હતાં.