મુંબઈ, 6 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 4 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 51,13,521 સોદાઓમાં કુલ રૂ.4,71,679.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.85,708.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.385865.40 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,10,020 સોદાઓમાં રૂ.62,595.23 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.68,699ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,275 અને નીચામાં રૂ.68,021ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,360ના ઉછાળા સાથે રૂ.70,037ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.2,119 ઊછળી રૂ.55,981 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.284 વધી રૂ.6,855ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,020ના ઉછાળા સાથે રૂ.69,612ના સ્તરે પહોંચ્યો હતો.

સોના-ચાંદીના વાયદાઓમાં આગઝરતી તેજી

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.75,450ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.80,098 અને નીચામાં રૂ.75,010ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4,936ના ઉછાળા સાથે રૂ.79,984ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4,811ના ઉછાળા સાથે રૂ.79,851 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4,788 ઊછળી રૂ.79,818 બંધ થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.85,708 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3,85,865 કરોડનું ટર્નઓવર

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 74,827 સોદાઓમાં રૂ.7,945.38 કરોડના વેપાર થયા હતા. તાંબુ એપ્રિલ વાયદો રૂ.761.85ના ભાવે ખૂલી, રૂ.42.50 વધી રૂ.803.15 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.14.15 વધી રૂ.222.85 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.7.45 વધી રૂ.186ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.16.70 વધી રૂ.234ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.13.85 વધી રૂ.222.80 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.7.45 વધી રૂ.185.70 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.16.40 વધી રૂ.233.55 બંધ થયો હતો.

ક્રૂડ તેલના વાયદામાં રૂ.214ની વૃદ્ધિ, નેચરલ ગેસમાં સીમિત સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 4,61,178 સોદાઓમાં રૂ.15,137.22 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,940ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,191 અને નીચામાં રૂ.6,892ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.214 વધી રૂ.7,123 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.214 વધી રૂ.7,120 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.146ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.149.50 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 3 વધી 149.6 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.105 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.30.85 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.62,300ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,600 અને નીચામાં રૂ.61,680ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.140 ઘટી રૂ.61,860ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.40 ઘટી રૂ.922.60 બોલાયો હતો.

કોટન-ખાંડી અને મેન્થા તેલમાં નરમાઈનો માહોલ

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.28,730.36 કરોડનાં 41,612.109 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.33,864.87 કરોડનાં 4,362.454 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.5,364.39 કરોડનાં 75,85,340 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.9,772.83 કરોડનાં 6,309,95,250 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,107.78 કરોડનાં 50,866 ટન, સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.477.09 કરોડનાં 26,101 ટન, તાંબાના વાયદાઓમાં રૂ.3,832.95 કરોડનાં 48,895 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,527.56 કરોડનાં 112,348 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.19.14 કરોડનાં 3,072 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં રૂ.11.71 કરોડનાં 126 ટનનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)