MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,058 અને ચાંદીમાં રૂ.3,675નો ઉછાળો
મુંબઈ, 24 ઓગસ્ટઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 16થી 22 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 1,00,55,864 સોદાઓમાં કુલ રૂ.8,69,242.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,36,900.90 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,32,302.92 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,06,474 સોદાઓમાં રૂ.91,560.61 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.70,303ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,272 અને નીચામાં રૂ.70,279ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,058 વધી રૂ.71,194ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.798 વધી રૂ.57,372 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.78 વધી રૂ.6,966ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.922 વધી રૂ.70,796ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.81,499ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.85,840 અને નીચામાં રૂ.81,499ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,675 વધી રૂ.83,736ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3,426 વધી રૂ.83,542 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3,438 વધી રૂ.83,563 બંધ થયો હતો.
મેન્થા તેલ, નેચરલ ગેસ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારો
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,33,017 સોદાઓમાં રૂ.18,173.14 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.795ના ભાવે ખૂલી, રૂ.8.80 વધી રૂ.793.95 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.8.35 વધી રૂ.224.70 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.55 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.8.15 વધી રૂ.265ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.7.80 વધી રૂ.225.05 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.35 વધી રૂ.189.10 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.7.75 વધી રૂ.265 બંધ થયો હતો.
ક્રૂડ તેલનો વાયદો રૂ.243 લપસ્યો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,92,756 સોદાઓમાં રૂ.27,114.72 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,455ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,468 અને નીચામાં રૂ.6,020ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.243 ઘટી રૂ.6,158 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.244 ઘટી રૂ.6,162 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.185ના ભાવે ખૂલી, રૂ.14.20 ઘટી રૂ.172.80 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 14.4 ઘટી 172.8 બંધ થયો હતો.
કોટન-ખાંડીના વાયદામાં રૂ.340ની તેજી
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.52.43 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,550 અને નીચામાં રૂ.56,800ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.340 વધી રૂ.57,470ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.60 ઘટી રૂ.967.40 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,36,900 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7,32,302 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.40,735.72 કરોડનાં 57,026.100 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.50,824.89 કરોડનાં 5,999.834 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.8,973.68 કરોડનાં 1,44,40,580 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.18,141.04 કરોડનાં 97,71,63,250 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં.
બુલડેક્સ વાયદામાં રૂ.39 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,406.96 કરોડનાં 106,811 ટન, સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.367.75 કરોડનાં 19,539 ટન, તાંબાના વાયદાઓમાં રૂ.11,923.12 કરોડનાં 1,48,235 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,475.31 કરોડનાં 1,31,268 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.19 કરોડનાં 912 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં રૂ.48.24 કરોડનાં 495 ટનનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)