અમદાવાદઃ મેઘમણી ફાઇનકેમનો Q2FY23 PAT વાર્ષિક ધોરણે 95 ટકા વધી રૂ. 92 કરોડ (રૂ. 47 કરોડ) નોંધાયો છે. કંપનીની આવકો 64 ટકા વધી રૂ. 556 કરોડ (રૂ. 340 કરોડ) થઇ છે.

પરીણામો અંગે બોલતાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મૌલિક પટેલે જણાવ્યું કે, અમે આ સમયગાળા દરમિયાન સૌથી આવકો હાંસલ કરવા સાથે અમારી મોટાભાગની પ્રોડક્ટ્સમાં અમને સૌથી વધુ વળતર જોવા મળ્યું છે. કંપનીએ તેના તમામ વિસ્તરણ કાર્યક્રમો સમયાનુસાર પૂર્ણ કરવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. ખાસ કરીને ભારતનો સૌથી પ્રથમ એપિક્લોરોહાઇડ્રીન પ્લાન્ટ, દેશનો સૌથી મોટો સીપીવીસી રેઝિન પ્લાન્ટ અને કોસ્ટીક સોડાની ઉત્પાદન ક્ષમતામાં વધારો.

વાર્ષિક ધોરણે કંપનીની નાણાકીય કામગીરી

ParticularQ2FY22Q2FY23Growth H1FY22H1FY23Growth
Revenue from operations34055664% 6301,08873%
EBITDA10118079% 19336891%
PAT479295% 84199137%
(આંકડા રૂ. કરોડમાં)