SVPI એરપોર્ટ પર દિવાળીની ખાસ ઉજવણી મુસાફરોને શોપીંગમાં ડિસ્કાઉન્ટ ઓફર્સ!

અમદાવાદઃ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે  ભારતીય પરંપરા મુજબ દિવાળીની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે આ વર્ષે ઑક્ટોબર મહિનામાં મુસાફરી કરતા લોકો માટે એરપોર્ટે દ્વારા અનેક ઓફર્સ રાખવામાં આવી છે. ટર્મિનલ પર સેલ્ફી માટે મુખ્ય રચનામાં સ્ટેઇન્ડ ગ્લાસમાં જગમગાટ સાથે ચોમેર ચમકતી રંગબેરંગી રોશનીનો સમાવેશ થાય છે. દિવા બનાવવા, મીણબત્તી બનાવવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મુસાફરો કલાકારોની મદદથી બનાવેલી કળાનો નમુનો યાદગીરીરૂપે ઘરે પણ લઈ જઈ શકે છે. શોપિંગમાં ડિસ્કાઉન્ટ સાથે સરપ્રાઈઝ ગિફ્ટ્સ પણ મળશે. એરપોર્ટ પર શોપિંગ એંગેજમેન્ટ એક્ટિવિટીઝ પણ છે, જેમાં મુસાફરોને ડિસ્કાઉન્ટ વાઉચર અપાશે. એરપોર્ટ પર ચાલુ મહિને લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અશોક લેલેન્ડે 100,000th AVTR Truckનો માઇલ સ્ટોન હાંસલ કર્યો

પંત નગરઃ હિન્દુજા જૂથની અશોક લેલેન્ડે કોમર્શિયલ વ્હિકલ્સ સેક્ટરમાં તેની 100,000th AVTR Truck પંત નગર પ્લાન્ટ, ઉત્તરાખંડ ખાતેથી રોલઆઉટ કરવા સાથે નવો માઇલ સ્ટોન હાંસલ કર્યો છે. જે માત્ર 30 માસમાં હાંસલ કર્યો છે. આ પ્રસંગે કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન ધીરજ હિન્દુજાએ જણાવ્યું કે, અશોક લેલેન્ડ હંમેશા કોમર્શિયલ વ્હીકલ્સ સેક્ટરમાં તેની પ્રોડક્ટ્સ, ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે અગ્રણી રહી છે. કંપનીના પ્રેસિડેન્ટ અને ચીફ ઓફ ઓપરેશન્સ ગણેશ મનીએ જણાવ્યું કે, અમે ગ્રાહકોની સ્પેસિફિક જરૂરિયાતો અનુસાર ટ્રક્સના ઉત્પાદન સાથે ક્વોલિટી અને વિશ્વસનીયતા સ્થાપિત કરવામાં નવા બેન્ચમાર્ક સ્થાપવામાં સફળ રહ્યા છીએ તેનું અમને ગૌરવ છે.