LIC, અદાણી પાવર અને અદાણી વિલ્મર સહિત 7 સ્ક્રીપ્સ લાર્જકેપમાં સમાવાયા: AMFI

જૂન 2022ના સ્ટોકના પુનઃ વર્ગીકરણ અંગેના AMFIના નવીનતમ ડેટા દર્શાવે છે કે લાર્જ કેપ સ્પેસમાં સાત નવા પ્રવેશકો છે. જેમાં LIC, અદાણી પાવર, અદાણી વિલ્મર, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, બેંક ઓફ બરોડા, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને બંધન બેંક. તેમાંથી, LIC અને અદાણી વિલ્મરે IPO દ્વારા સૂચિમાં સીધી એન્ટ્રી કરી છે. બાકીનાને મિડકેપ સ્પેસમાંથી ‘પ્રમોશન’ મળ્યું છે.
જ્યારે સાત શેરો જે અગાઉના પુનઃ વર્ગીકરણ (ડિસેમ્બર 2021)માં લાર્જકેપ યાદીનો ભાગ હતા તે હવે મિડકેપ કેટેગરીમાં ગયા છે. આ શેરોમાં HDFC AMC, Zydus Lifesciences, Godrej Properties, Policybazaar, Jubiliant Foodworks, SAIL અને IDBI બેંકનો સમાવેશ થાય છે. ઉપરોક્ત સાત સિવાય મિડકેપ કેટેગરીમાં 10 નવા શેરો ઉમેરાયા છે. તેમાંથી ત્રણ IPO દ્વારા દાખલ થયા હતા અને બાકીનાને સ્મોલકેપ લિસ્ટમાંથી અપગ્રેડ કરવામાં આવ્યા હતા.
સ્મોલકેપ સ્પેસમાં કેમ્પસ એક્ટિવવેર, રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર, પારદીપ ફોસ્ફેટ્સ, પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી, ઈથોસ, એજીએસ ટ્રાન્ઝેકટ, વેદના લર્નિંગ અને વિનસ પાઈપ્સ જેવા નવા પ્રવેશકર્તાઓ ઉમેરાયા છે, સિવાય કે મિડકેપ સેગમેન્ટમાંથી ડાઉનગ્રેડ કરવામાં આવ્યા હતા.
તાજેતરના પુનઃ વર્ગીકરણમાં, લાર્જ-કેપ કંપની તરીકે લાયક બનવા માટેનો કટ-ઓફ ઘટીને રૂ. 47,460 કરોડ (47,757 કરોડ) જ્યારે મિડ-કેપ કંપનીઓ માટે કટ-ઓફ રૂ. 16,165 કરોડથી વધી રૂ. 16,441 કરોડ કરાયો છે.
લાર્જકેપ સેક્ટરમાં કરાયેલો ફેરફાર | |
સમાવેશ કરાયેલા શેર્સ | કેટેગરીમાંથી હટાવાયેલા શેર્સ |
LIC (newly listed) | HDFC AMC |
Adani Power | Zydus Lifesciences |
Adani Wilmar (newly listed) | Godrej Properties |
Cholamandalam Investment | Policy Bazaar |
Bank of Baroda | Jubiliant Foodworks |
Hindustan Aeronautics | SAIL |
Bandhan Bank | IDBI Bank |
મિડકેપ કેટેગરીમાં કરાયેલા ફેરફાર | |
સમાવેશ કરાયેલા શેર્સ | હટાવાયેલા શેર્સ |
IDBI Bank | Bandhan Bank |
HDFC AMC | Cholamandalam Investment |
Godrej Properties | Bank of Baroda |
SAIL | Hindustan Aeronautics |
Zydus Lifesciences | Adani Power |
Jubilant Foodworks | IndiaMART |
Delhivery (newly listed) | Happiest Minds |
Policybazaar | Alkyl Amines Chemicals |
Tata Teleservices | Nuvoco Vistas |
Manyavar (newly listed) | Ajanta Pharma |
KPR Mill | Sanofi India |
Motherson Sumi Wiring (newly listed) | Gujarat State Petronet |
Tanla Platforms | ABSL AMC |
Poonawalla Fincorp | G R Infraprojects |
Phoenix | Natco Pharma |
SKF India | Aptus Value Housing Finance |
Chambal Fertilisers and Chemicals | UCO Bank |