Millionaire CLUB: દેશના 60 લાખ લોકો 2030 સુધીમાં જોડાશે
મુંબઇઃ એચએસબીસી હોલ્ડિંગ પીએલસીના રિપોર્ટ અનુસાર, 2030 સુધી વિશ્વમાં 2.50 લાખ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા હશે. તેની સામે ભારતમાં Millionaireની સંખ્યા 60 લાખથી વધુ થઇ ગઇ હશે. જે તેની પુખ્ત વસ્તીના 1 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ચીનમાં 2030 સુધીમાં લગભગ 50 કરોડ લોકો Millionaire બની શકે છે. એશિયાના દેશોની ઈકોનોમી ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખતાં એશિયાના લોકો 2030 સુધી મોટા પ્રમાણમાં Millionaire બનશે. જેમાં ભારતમાંથી 60 લાખથી વધુ મિલિયોનર બની શકે છે. જે તેની કુલ વસ્તીના 1 ટકા છે. આગામી આઠ વર્ષમાં સિંગાપોરમાં સૌથી વધુ મિલિયોનર બનશે. એચએસબીસી હોલ્ડિંગના રિપોર્ટ અનુસાર, 2030 સુધી વિશ્વમાં 2.50 લાખ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા હશે. ભારતમાં 60 લાખથી વધુ મિલિયોનેર રહી શકે છે, જે તેની પુખ્ત વસ્તીના 1 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ચીનમાં 2030 સુધીમાં લગભગ 50 કરોડ લોકો Millionaire બની શકે છે.
યુવા વસ્તીના સૌથી વધુ Millionaire એશિયાના સિંગાપોરમાં છે. સૌથી વધુ Millionaire મામલે જે હાલ ઓસ્ટ્રેલિયાને બીજા ક્રમે ખસેડી પ્રથમ સ્થાન મેળવશે. સિંગાપોર ફાઈનાન્સિયલ હબ ગણાય છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે, હોંગકોંગ ત્રીજા ક્રમે, તાઈવાન ચોથા ક્રમે રહેશે. ઉલ્લેખનીય છે કે, એશિયાના આ ચાર દેશોમાં મિલિનોયરની સંખ્યા દાયકાના અંત સુધી અમેરિકા કરતાં વધવાનો આશાવાદ છે. 2021માં ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે હતું.
કુલ યુવા વસ્તીના 1 ટકા લોકો 2.50 લાખ ડોલરના માલિક બનશે
એશિયાના ઘણા પરિવારો આજે પણ ગરીબી રેખા નીચે જીવન વ્યાપન કરી રહ્યા છે. જેમાં ભારતની કુલ યુવા વસ્તીના 1 ટકા લોકો આગામી આઠ વર્ષમાં 2.50 લાખ ડોલરની સંપત્તિના માલિક બનવાનો અંદાજ છે.
એશિયામાં મૂડી અછત વર્તાશે નહી
એશિયાની વધતી જતી સંપત્તિ સામાજિક સંસાધનોના વિકાસ માટે મહત્વનો ભાગ ભજવી રહી છે. લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે એશિયામાં પૂરતી નાણાકીય ભંડાર ઉપલબ્ધ છે. જેથી આ દેશોમાં ભઆગ્યે જ મૂડીની અછત વર્તાઈ શકે છે. જો કે, મૂડીની અસમાન વહેંચણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં.- ફ્રેડરિક ન્યૂમેન, અર્થશાસ્ત્રી, એશિયા, HSBC