ભારતીય અર્થતંત્રની મોર્ગન સ્ટેનલી દ્વારા પ્રશંસા: અમેરિકી બ્રોકરેજ ફર્મનું ભારતને ‘ઓવરવેટ’
જોકે ચીનને ડાઉનગ્રેડ કરીને ‘ઇકવલ વેટ’ રેટિંગ કર્યુઃ ભારતમાં માળખાગત સુધારાને પ્લસ પોઇન્ટ માન્યો પણ મોંઘવારીને ચિંતાની બાબત ગણાવી
અમદાવાદ, 4 ઓગસ્ટઃ દેશની અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર છે. યુએસ બ્રોકરેજરે ફર્મ મોર્ગન સ્ટેનલીએ ભારતને‘ઓવરવેઇટ’ રેટિંગમાં અપગ્રેડ કર્યું છે.તો સામે ચીનને ‘સમાન-વજન’ રેટિંગમાં ડાઉનગ્રેડ કરવામાંઆવ્યું છે. નોંધનીય છે કે માર્ચમહિનામાં, મોર્ગન સ્ટેનલીએ ઘટતા મૂલ્યાંકન પ્રીમિયમ અને સ્થિતિસ્થાપક અર્થવ્યવસ્થા ને ટાંકીને ભારતને ઓછા વજનથી સમાન-વજનમાં અપગ્રેડ કર્યું હતું. કહેવાનો અર્થએ છે કે માત્ર ૪ મહિનામાં રિરેટિંગ થયું છે.
ચીન કરતાં વધુસારી જીડીપી: આ સાથે, ભારત હવે એશિયા પેસિફિક એક્સ-જાપાન અનેઊભરતાં બજારોમાં મોર્ગન સ્ટેનલી માટે મુખ્ય ઓવરવેઇટ માર્કેટ બની ગયું છે. મોર્ગન સ્ટેન્લી નોંધે છે કે ભારતનું ભવિષ્ય ચીનના ભવ્ય ભૂતકાળ જેવું જ ભાસે છે. બ્રોકરેજરે નેઆશા છે કે દાયકાના અંત સુધીમાં ચીનનો જીડીપી ગ્રોથ ભારતના ૬.૫ ટકાની સરખામણીમાં ૩.૯ ટકાની આસપાસ રહેશે. મોર્ગન સ્ટેનલીના મતે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માળખાકીય સુધારા થયા છે, જેની અસર હવેદેખાઈ રહી છે. કોર્પોરેટરે ટેક્સ કટ હોય અને પીએલઆઇ જેવી પહેલ હોય કે ઇન્ફ્રા ક્ષેત્રેપ્રગતિ હોય, આ બધુંઅર્થતંત્ર માટે સકારાત્મક છે.
લાર્સન અને મારૂતિ એશિયા પેસેફિક એક્સ જાપાન ફોકસ લિસ્ટમાં, ટાઇટન આઉટ
મોર્ગન સ્ટેન્લી ફુગાવા અનેનાણાકીય નીતિઓમાં અણધાર્યા વધારાનેજોખમ તરીકે જુએ છે. બ્રોકરેજે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલેકે એઆઇના ખરાબ પરિણામોની આશંકા વ્યક્ત કરી છે તેમાં ભારતની સેવા નિકાસ અને શ્રમબળ માટે વિક્ષેપકારક અસરોની સંભાવના મુકાઇ છે. જો કે, અમે અસર પર નજીકથી નજર રાખીશું એવો ઇશારો કરી મોર્ગન સ્ટેનલીએ લાર્સન એન્ડ ટુબ્રો અને મારુતિ સુઝુકી જેવા ભારતીય શેરોને તેની એશિયા-પેસિફિક એક્સ-જાપાન ફોકસ લિસ્ટમાં ઉમેર્યાં છે, જ્યારે ટાઇટનને આ યાદીમાંથી બહાર કરવામાંઆવ્યો છે.